Mumbai

પૃથ્વીરાજ સુકુમારન અને દુલકીર સલમાનને ત્યાં કસ્ટમના દરોડા

By GS TEAM
24 Sep 20251 min read
પૃથ્વીરાજ સુકુમારન અને દુલકીર સલમાનને ત્યાં કસ્ટમના દરોડા

ભુતાનથી ગેરકાયદે કારોની આયાતનું કૌભાંડ       

ટેક્સ ચોરી માટે  જૂના વાહન દર્શાવી આયાત-કલાકારોના કારના ડોક્યુમેન્ટસની તપાસ

મુંબઈ -  સાઉથનના કલાકારો પૃથ્વીરાજ સુકુમારન તથા દુલકીર સલમાનને ત્યાં કસ્ટમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ભુતાનથી સેકન્ડ હેન્ડના નામે નવી કારોની આયાત કરી કસ્ટમ ડયૂટીની ચોરી કરવાના કૌભાંડમાં આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. 

ભુતાનથી આવી ૧૫૦ કારો ભારતમાં વેચાઈ હોવાનું કહેવાય છે. અનેક ઉદ્યોગપતિઓ તથા બીજા મહાનુભવોની સાથે ફિલ્મ કલાકારો પણ કસ્ટમના સપાટામાં આવ્યા છે. આ દરોડામાં સાત સ્થળોએથી ૧૧ કાર જપ્ત કરાઈ હતી.  દુલકીરની ગાડી પણ જપ્ત કરાઈ હતી તેના તથા સુકુમારનની વધુ ગાડીઓના દસ્તાવેજ માગવામાં આવ્યા હતા. 

કસ્ટમે આ સમગ્ર ઓપરેશનને નુમખોર નામ આપ્યું છે. ભુતાનમાં વાહનો માટે નુમખોર શબ્દ વપરાય છે. આ આયાત કૌભાંડમાં વધુ સેલિબ્રિટીઓ સુધી તપાસનો રેલો પહોંચી શકે છે.