વિવિધ શાકભાજીની ભરપૂર આવક થતાં ભાવોમાં ઘટાડો

વટાણાની રોજ ૨૦થી ૩૦ ટ્રક આવે છે
ઠંડી મોડી શરુ થતાં શિયાળાના શાકની આવકો પણ હવે મોડે મોડે વધી
મુંબઇ - શિયાળામાં મુંબઇ અને નવી મુંબઇની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટોમાં શાકભાજીની આવકમાં વધારો થવાથી શાકના ભાવ ગગડવા માંડયા છે. હોલસેલમાં કોબી ૬ થી ૮ રૃપિયા અને ફલાવર ૧૦ થી ૧૬ રૃપિયા કિલોના ભાવે વેંચાય છે.
શિયાળામાં ઠંડુ હવામાન શાકભાજીને માફક આવતું હોવાથી ઉત્પાદન વધી જાય છે. આથી શાક માર્કેટોમાં લીલા શાકભાજીની આવકમાં સતત વધારો થતો જાય છે. જેને લીધે કિંમત ઘટવા માંડે છે. જોકે આ વખતે વરસાદ લંબાવાને કારણે ઠંડી મોડી શરૃ થઇ હતી. પરિણામે સામાન્ય રીતે ડિસેમ્બરમાં શાકબાજીની આવક વધતી હોય છે. તેને બદલે આ વખતે જાન્યુઆરીના અંતે શાકભાજી વધુ પ્રમાણમાં આવવા માંડયા હતા. નવી મુંબઇની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટમાં લીલા શાકભાજીની થાણે હરિયાળી છવાઇ ગઇ છે.
હોલસેલ માર્કેટમાં ભાવ ઘટવાને પગલે રિટેલ બજારમાં પણ શાક સસ્તુ થવા માંડયું છે. બધા જ શાક ૫૦ થી ૬૦ રૃપિયે કિલોની આસપાસ વેંચાય છે. જ્યારે લીલા વટાણા તો ૩૦ રૃપિયે કિલો વેંચાય છે. ઘાટકોપર રેલવે સ્ટેશન સહિત અન્ય સ્ટેશનોની બહાર રાતના સમયે ગાજર ૨૦ રૃપિયે કિલો મળે છે. આ સિવાય રિંગણા, ફણસી, ગુવાર લગભઘ ૧૦ રૃપિયે અડધો કિલોની આસપાસ વેંચાય છે. સૌથી વધુ ઓછા ભાવ લીલા વટાણાના થાય છે. કારણ મહારાષ્ટ્ર ઉપરાંત હિમાચલથી દરરોજ ૩૦ થી ૩૫ ટ્રક ભરીને વટાણા આવે છે.
હોલસેલ માર્કેટમાં ભાવ
હોલસેલ માર્કેટમાંમાં અત્યારે શાક-ભાજી આ ભાવે કિલો વેંચાય છે.
શાક કિંમત
ચોળી ૨૦ થી ૩૦ રૃા.
ગાજર ૧૬ થી ૨૦ રૃા.
પડવળ ૨૦ થી ૩૬ રૃા.
રિંગણા ૨૦ થી ૨૪ રૃા.
ટમેટા ૧૫ થી ૧૮ રૃા.
કોબી ૬ થી ૮ રૃા.
ફલાવર ૧૦ થી ૧૬ રૃા.
લીલા વટાણા ૨૨ થી ૨૪ રૃા.




