Mumbai

સિંહગઢ ફોર્ટ પર મુસ્લિમોને પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટરો

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
પુણેના સિંહગઢ કિલ્લા પર મુસ્લિમોને પ્રવેશબંધી ફરમાવતું પોસ્ટર લાગતા ખળભળાટ મચ્યો છે. "આ ગઢ ફક્ત હિંદુઓનો છે, મુસ્લિમોએ પ્રવેશવું નહીં" લખાણવાળું આ પોસ્ટર કિલ્લાના પ્રવેશદ્વાર પાસે જૂના બોર્ડ પર જોવા મળ્યું હતું. પુણે ગ્રામ્ય પોલીસે CCTV ફૂટેજના આધારે પોસ્ટર લગાવનારની તપાસ શરૂ કરી છે. વન વિભાગ હસ્તકના આ કિલ્લા પર લાગેલું પોસ્ટર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સિંહગઢ ફોર્ટ પર મુસ્લિમોને પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટરો

મુંબઈ: પુણે નજીકના સિંહગઢ ફોર્ટ પર મુસ્લિમોને પ્રવેશબંધી ફરમાવતું પોસ્ટર કોઈ લગાડી જતાં પુણે ગ્રામ્ય પોલીસે તપાસ શરુ કરી હતી.
વન વિભાગન અધિકારીઓના જણાવ્યા અનુસાર મરાઠી ભાષામાં પોસ્ટર લગાડાયું હતું. તેના પર 'આ ગઢ ફક્ત હિંદુઓનો છે, મુસ્લિમોએ અહીં પ્રવેશવું નહીં, એવું લખાણ લખાયું હતું. તેની નીચે, 'હુકમથી' એવો પણ નિર્દેશ કરી જાણે આ સત્તાવાર સૂચના હોય તેવી છાપ ઉભી કરવા પ્રયાસ કરાયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર કિલ્લાના પ્રવેશદ્વાર પાસે જ એક જૂનાં બોર્ડ પર આ પોસ્ટર જોવા મળ્યું હતું. પાર્કિંગ એરિયા પાસે જ લગાવાયેલું આ પોસ્ટર કોઈ સરકારી એજન્સીએ નહિ લગાડયાની જાણ થયા બાદ તેને તરત જ દૂર કરાયું હતું.
પુણે ગ્રામ્ય પોલીસે જણાવ્યું હતું કે તેમને આ પોસ્ટર અંગે કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. પરંતુ ,તેમણે સીસીટીવી ફૂટેજના આધારે આ પોસ્ટર કોણ મૂકી ગયું તેની તપાસ ચાલુ કરી છે. પોસ્ટર લગાડનારની ઓળખ કન્ફર્મ થશે પછી કાનૂની રાહે પગલાં લેવામાં આવશે.
આ પોસ્ટર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું હતું.
ઉલ્લેખનીય છે કે પુણેથી ૨૮ કિમી દૂર આવેલો સિંહગઢ ફોર્ટ વન વિભાગ હસ્તક છે.