ગોવંડીમાં અઢી કરોડનાં ડ્રગ્સ સાથે એકની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોવંડના એક રહેણાંક મકાન પર દરોડો
૧૦ હજાર નશીલી ગોળીઓના સપ્લાય નેટવર્કના તાણાવાણા ઉકેલવા પ્રયાસ
મુંબઈ - મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે એક નિવાસસ્થાન પર દરોડા પાડી લગભગ ૧૦ હજાર સાયકોટ્રોપિક ડ્રગ ગોળીઓ જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન રૃ. ૨.૫૩ કરોડની નશીલી ગોળીઓ મળી આવી છે. જેના વેચાણ પર પ્રતિબંધ છે. આ ગુનામાં એક ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
મુંબઈમાં ડ્રગ્સનું વેચાણ કરનારા આરોપીની પોલીસ શોધખોળ કરતી હતી. દરમિયાન નશા માટે વપરાતી ગોળીઓના વેચાણ અંગે ચોક્કસ બાતમીના આધારે એન્ટી નાર્કોટિક્સ સેલની વરલી યુનિટની ટીમે મંગળવારે ગોવંડીના ડા. ઝાકિર હુસૈન નગર ખાતેના એક ઘર પર દરોડો પાડયો હતો.
પોલીસે ઘરમાં તપાસ કરતા એન્ટી નાર્કોટિક્સ સેલના અધિકારીઓને રૃ. ૧.૯૮ કરોડ રૃપિયાની કિંમતની ૪, ૫૦૦ (નાઈટ્રાઝેપામ) ગોળીઓ અને ૫૫.૧૨ લાખ રૃપિયાની ૫,૩૦૦ (અલ્પ્રાઝોલમ) ગોળીઓ મળી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
આ મામલામાં પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને સપ્લાય નેટવર્કને શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.




