Mumbai

વસઈમાં દોઢ વર્ષની બાળકીનું ઘરે પાણીના ટબમાં ડૂબી જતાં મોત

By GS Team
7 Feb 20261 min read
વસઈમાં દોઢ વર્ષની બાળકીનું ઘરે પાણીના ટબમાં ડૂબી જતાં મોત

ટબના પાણીમાં ગૂંગળાવાથી પ્રાણ ગુમાવ્યા 

બાળકી રમતાં રમતાં બાથરુમમાં ગઈ અને પાણીના ટબમાં ઉતરી ગઈ

મુંબઈ -  દોઢ વર્ષની બાળકીનું તેના ઘરના બાથરૃમમાં પાણીના ટબમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગુરુવારે રાત્રે વસઈના વાલિવમાં બની હતી.

        વસઈ ઈસ્ટના વાલિવમાં બ્રાઈટ ગેલેક્સી બિલ્ડિંગમાં ૩૪ વર્ષનો રવિન્દ્ર ગૌડ તેની પત્ની સાથે રહે છે. ગુરુવારે તેમના ઘરે એક પારિવારિક કાર્યક્રમ હતો. તેના ભાઈની પત્ની તે માટે ઘરે આવી હતી.

 રાત્રે દસ વાગ્યાની આસપાસ પરિવારના સભ્યો હોલ અને બેડરૃમમાં વાતો કરી રહ્યા હતા. તે સમયે, તેમની દોઢ વર્ષની બાળકી રમતી વખતે બાથરૃમમાં ગઈ અને પાણીના ટબમાં ઉતરી હતી. ટબમાં પાણીમાં રમતી વખતે પાણી તેના નાક અને મોંમાં ઘૂસી ગયું અને તે ડૂબી ગઈ હતી.