Mumbai

નિલય પટેલ પાસે ખંડણી માગનારી નિવેદિતા સેક્સટોર્શન રેકેટ ચલાવતી હોવાની શંકા

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં નિવેદિતા શર્મા અને વકીલ સાહિત્યરાજ મિશ્રાની સેક્સટોર્શન રેકેટ ચલાવવા બદલ ધરપકડ થઈ છે. અમદાવાદના બિલ્ડર નિલય પટેલ વિરુદ્ધ બળાત્કારનો કેસ પાછો ખેંચવા 4 કરોડ માંગી, 45 લાખ લેતા ઝડપાયા. નિવેદિતા પોતાને બેન્કર તરીકે રજૂ કરીને ઉદ્યોગપતિઓને ફસાવતી અને ગુપ્ત વીડિયો બનાવી બ્લેકમેલ કરતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નિલય પટેલ પાસે ખંડણી માગનારી નિવેદિતા સેક્સટોર્શન રેકેટ ચલાવતી હોવાની શંકા

ઉદ્યોગપતિઓ તથા હાઈપ્રોફાઈલ લોકો નિશાન પર હતા

પોતાને બેન્કર કે સંભવિત ફાઈનાન્સ ક્લાયન્ટ તરીકે રજૂ કરતી હતી, ગુપ્ત વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ

મુંબઈ -  અમદાવાદના બિલ્ડર તથા બિઝનેસમેન  નિલય પટેલ વિરુદ્ધ બળાત્કારનો કેસ પાછો ખેંચવા  માટે ચાર કરોડ માગ્યા બાદ ૪૫ લાખ રુપિયા લેતાં ઝડપાયેલી નિવેદિતા શર્મા તથા તેના સાથીદારો સેક્સટોર્શનનું  રેકેટ ચલાવતા હોવાની શંકા છે.  ઉદ્યોગપતિઓ તથા હાઈ પ્રોફાઈલ લોકો અને વરિષ્ઠ અધિકારીઓને નિશાન બનાવતાં આ સેક્ટોર્શન રેકેટની સૂત્રધાર નિવેદિતા હોવાના આધારે પોલીસે વધુ તપાસ આદરી છે.

નિવેદિતા તથા તેના સાથીદાર વકીલ સાહિત્યરાજ મિશ્રાની ધરપકડ કરાઈ છે. નિવેદિતા બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે જ્યારે વકીલ મિશ્રા જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાએ હવે પટેલ સાથે સંકળાયેલી કથિત ચાર કરોડની ખંડણીની માગણીથી આગળ વધીને તપાસનો વિસ્તાર વધાર્યો છે. પોલીસએ તપાસ કરી રહી છે કે શું અન્ય ધનિક લોકો સામે સમાન મોડ્સ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને શું કોઈ મોટા જૂથે આ કામગીરીમાં તેની મદદ કરી હતી કે?

તપાસકર્તાઓ અનુસાર નિવેદિતા પોતાને બેન્કર, ફાઈનાન્સર અથવા સંભવિત કલાયન્ટ તરીકે રજૂ કરીને ધનિક ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્ક કેળવતી હતી. પોલીસને શંકા છે કે નિવેદિતા ફોજદારી કાર્યવાહીની ધમકીઓ અથવા મોટી રકમની માગણી કરતા પહેલાં કેટલાક 'ટાર્ગેટ' સાથે વ્યક્તિગત અને અંગત સંબંધો વિકસાવતી હતી.

પોલીસને શંકા છે કે નિવેદિતા કથિત રીતે ઉદ્યોગપતિઓને જાળમાં ફસાય તેવી પરિસ્થિતિ માટે લલચાવતી હતી અને ગુપ્ત રીતે તમના વીડિયો બનાવતી હતી. ત્યારબાદ આ વીડિયોની મદદથી ધાકધમકી આપી પૈસા કઢાવતી હતી.

૨૩ જુલાઈના રોજ નિવેદિતાએ નિલય પટેલ સામે પોલીસ ફરિયાદ કરી હતી જેમાં આરોપ કર્યો હતો કે પટેલે મુંબઈ એરપોર્ટ નજીક એક ફાઈવસ્ટાર હોટલમાં તેનું જાતીય શોષણ કર્યું હતું. નિવેદિતાની ફરિયાદના આધારે પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર પટેલ પરિવારના સભ્યો અને સહયોગીઓએ ત્યારબાદ ફરિયાદીની પૃષ્ઠભૂમિ અને અગાઉના કેસની પૂછપરછ- તપાસ કરી હતી. ત્યારબાદ પટેલના સાળા અને અન્યોએ આ બાબતે ચર્ચા કરવા માટે નિવેદિતાનો સંપર્ક કર્યો હતો. પોલીસનો આરોપ છે કે આ વાતચીત દરમિયાન ચાર કરોડ રૃપિયાની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ વાટાઘાટો કરી આ રકમ ઘટાડીને અઢી કરોડ કરવામાં આવી હતી. આ રકમના પહેલા હપ્તા તરીકે નિવેદિતા જ્યારે ૪૫ લાખ રૃપિયાની રકમ સ્વીકારવા આવી ત્યારે તેને પકડી લેવામાં આવી હતી.