ડોમ્બિવલીમાં ૮૫ વર્ષના વૃદ્ધ દ્વારા પડોશીની ૪ વર્ષની બાળકી પર બળાત્કાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસ દ્વારા નરાધમ વૃદ્ધની ધરપકડ
છોકરી ઘરની બહાર રમી રહી હતી ત્યારે ફોસલાવીને પોતાના ઘરે લઈ જઈ દુષ્કૃત્ય આચર્યાનો આરોપ
મુંબઈ - ડોમ્બિવલીમાં ૮૫ વર્ષના વૃદ્ધની પડોશમાં રહેતી ચાર વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં ધરપકડ થતાં ખળભળાટ મચી ગયો હતો.
પીડિતાની માતાની ફરિયાદ પર રામનગર પોલીસે કેસ નોંધ્યો છે. ફરિયાદની વિગતો અનુસાર બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી જ્યારે તેની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી. પરિસ્થિતિનો લાભ લઈને આરોપી વૃઘ્ધ છોકરીને લલચાવીને પોતાના ઘરમાં લઈ ગયો હતો. જ્યાં આ નરાધમે માસુમને પોતાની હવસનો ભોગ બનાવી હતી.
પોલીસે જણાવ્યું કે પીડિતાની માતાએ આસપાસના વિસ્તારમાં પુત્રીની શોધખોળ કરી હતી. છેવટે વૃધ્ધના ઘરમાં બાળકી આવી હતી. માતાએ તરત જ છોકરીને ત્યાંથી બહાર કાઢી બચાવી લીધી હતી. બાદમાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
મહિલાની ફરિયાદના આધારે રામનગર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૫(૨), પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે. છોકરીની તબીબી તપાસ અને સંબંધિત કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું છે કે આ કેસના તમામ પાસાઓની તપાસ થઈ રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે અને છોકરીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




