Mumbai

આશા ભોસલેની સંકલ્પના પ્રમાણે સંગીત એકેડમી રચાશે

By GS Team
14 Apr 20261 min read
આશા ભોસલેની સંકલ્પના પ્રમાણે સંગીત એકેડમી રચાશે

કેબિનેટની બેઠકમાં શોક ઠરાવ

સ્વ. આશા ભોસલે માટે સ્મારક રચવાના મંત્રી  સરનાઈકનાં સૂચનને સીએમએ ટાળ્યું

મુંબઈ -  આશા ભોસલેના નિધન બાદ તેમની સંકલ્પના પ્રમાણેની સંગીત  સંગીત એકેડમી રચવાની જાહેરાત આજે રાજ્ય સરકારે કરી હતી. 

આશા ભોસલે સંગીત એકેડમી સ્થાપવાના નિર્ણયને આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં  બહાલી અપાઈ હતી.

આશા ભોસલેએ તેમની હયાતી દરમિયાન  બાંદ્રા અને અંધેરી વચ્ચે એકેડેમી માટે જમીનની માગણી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રને યોગ્ય સ્થળ શોધવા સૂચના આપવામાં આવી છે.

મંત્રીમંડળની આજની બેઠકમાં સ્વ. આશા ભોસલેના માનમાં શોક ઠરાવ પસાર કરાયો હતો. 

મંત્રી પ્રતાપરાવ નાઈકે સ્વ. આશા ભોસલેના માનમાં સ્મારક રચવા સૂચવ્યું હતું. જોકે,  મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હાલ સરકાર એકેડેમી સ્થાપનાને પ્રાથમિકતા આપી રહી છે, જ્યારે સ્મારક અંગેનો નિર્ણય પછી લેવામાં આવશે.