સીએ ઈન્ટરમીડિએટમાં મુંબઈનો નીલ શાહ અને નાસિકની સાક્ષી ચંડક દેશભરમાં પ્રથમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુ્રપ-૧નું પરિણામ ૨૩.૧૪ ટકા તો ગુ્રપ-૨નું પરિણામ ૧૮.૯૨ ટકા, ૧૩.૨૧ ટકા વિદ્યાર્થીઓ બંને ગુ્રપમાં પાસ
મુંબઈ - ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટંટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૬માં લેવાયેલી સીએ ઈન્ટરમીડિએટ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં મુંબઈનો નીલ શાહ અને નાસિકની સાક્ષી ચંડકે ૫૦૨ માર્ક મેળવી ૮૩.૬૭ ટકા મેળવી દેશમાં સંયુક્તપણે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
સીએના અભ્યાસક્રમની પરીક્ષાઓમાં ઈન્ટરમીડિએટ મહત્વની મનાય છે. આઈસીએઆઈએ જાહેર કરેલ પરિણામ મુજબ, આ વર્ષની પરીક્ષામાં મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. મુંબઈના નીલ રાજેશ શાહ અને સાક્ષી ચંડકે ૫૦૨ માર્ક સાથે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે ચેન્નઈની શ્રુતિ વી.એ ૪૯૨ માર્ક અને ૮૨ ટકા સાથે દેશમાં બીજું અને સુરતના પ્રેમ અગ્રવાલે ૪૯૦ માર્ક અને ૮૧.૬૭ ટકા સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.
સપ્ટેમ્બર ૨૦૨૬માં લેવાયેલી સીએ ઈન્ટરમીડિએટ પરીક્ષામાં ૧૪,૮૧૮ વિદ્યાર્થી પાસ થયા. ગુ્રપ-૧માંથી ૧,૦૦,૩૦૧ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તેમાંના ૨૩,૨૧૦ વિદ્યાર્થી પાસ થતાં ગુ્રપ-૧નું પરિણામ ૨૩.૧૪ ટકા આવ્યું છે. તો ગુ્રપ-૨માં ૬૮,૪૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંના ૧૨,૯૩૮ વિદ્યાર્થી પાસ થતાં આ ગુ્રપનું પરિણામ ૧૮.૯૨ ટકા આવ્યું છે. બંને ગુ્રપની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૮,૩૩૯ હતી. તેમાંના ૫,૦૬૬વિદ્યાર્થી પાસ થતાં આ ગુ્રપમાં ૧૩.૨૧ ટકા પરિણામ આવ્યું છે.




