ઓનલાઈન શિક્ષણ સામે મુંબઈની શાળાઓના પ્રાચાર્યોનો કડક વિરોધ

ઈંધણ
બચાવવા વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં ન મુકાય!
સ્કૂલ
બસ ઓનર્સ એસોસિએશને હાઈબ્રિડ અથવા ઓનલાઈન મોડ પર વર્ગ લેવાનો પ્રસ્તાવ મૂકેલો
મુંબઈ
- મુંબઈમાં સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશને
ઇંધણના વધતાં ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને અઠવાડિયામાં કેટલાંક દિવસ
ઓનલાઇન અથવા હાઇબ્રિડ શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકવાની માંગ કરી છે. બસ સંચાલકોનું
કહેવું છે કે, વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે ત્યારે ડીઝલ, ટોલ
અને વાહનની જાળવણીનો ખર્ચ ઘણો વધી ગયો છે. આવી સ્થિતિમાં દરરોજ બસ સેવા ચલાવવી આથક
રીતે મુશ્કેલ બની રહી હોવાનું તેમણે જણાવ્યું છે. જોકે આ પ્રસ્તાવને મુંબઈની
સ્કૂલોના પ્રિન્સિપાલોએ વખોડી કાઢી આવું શક્ય ન હોવાનું જણાવ્યું છે.
બસ
માલિક સંસ્થાઓએ સૂચવેલા પ્રસ્તાવ મુજબ,
અઠવાડિયામાં ત્રણ દિવસ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે તો
સ્કૂલ બસોની દૈનિક ફેરીઓ ઓછી થશે અને ઇંધણ ખર્ચમાં ઘટાડો કરી શકાશે. તેમના મતે,
આથી વાલીઓ પર વધતા બસ ફીના ભારને પણ નિયંત્રિત કરી શકાય. જોકે,
મુંબઈની અનેક શાળાના પ્રિન્સિપાલોએ આ પ્રસ્તાવનો કડક વિરોધ કર્યો
છે.
પ્રિન્સિપાલોના
જણાવ્યા મુજબ, કોરોના પછી વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ વર્ગખંડમાં શિક્ષણ ફરીથી નિયમિત
બન્યું છે અને ઓનલાઇન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ સામાજિક વિકાસ પર
નકારાત્મક અસર થઈ હતી. તેથી ફરી હાઇબ્રિડ શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકવી યોગ્ય નથી.
શાળા માત્ર અભ્યાસ માટે જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું કેન્દ્ર
હોવાનું તેમણે જણાવ્યું છે.
આ
દરમિયાન વાલીઓમાં પણ આ પ્રસ્તાવ અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાંક
વાલીઓનું માનવું છે કે, ઇંધણના વધતાં ભાવને કારણે બસ ફી વધે નહીં તે માટે વિકલ્પો શોધવાની જરૃર છે,
જ્યારે અન્ય ઘણા વાલીઓએ બાળકોના નિયમિત શાળા શિક્ષણમાં વિક્ષેપ ન
આવવો જોઈએ તેવી માંગ કરી છે. હવે આ મુદ્દે શિક્ષણ વિભાગ અને શાળા સંચાલન શું
નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.









