મુંબઈમાં દિલ્હી કરતાં વધુ પ્રદૂષણ, કહી દો કે અમે કશું કરવાના નથીઃ હાઈકોર્ટની ફટકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આકરી ઝાટકણી સાથે બીએમસી, પોલીસ, એમપીસીબીના વડાઓને સમન્સ
અધિકારીઓ એફિડેવિટ આપે કે અમે લાચાર છીએ અને આદેશોનું પાલન કરવામાં અમને રસ નથી
ઈમરજન્સી જેવી સ્થિતિ છે ત્યાર અધિકારીઓને શાંતિની ઉંઘ કેમ આવે છે? ફટાકડા પ્રતિબંધ સહિતના હુકમાનું પાલન ન થતાં ભારે નારાજગી
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે વાયુ પ્રદૂષણને કાબુમાં લેવામાં અને જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધો લાગુ કરવામાં કેમ નિષ્ફળતા મળી રહી છે તે સમજાવવા બીએમસી, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી)ના વડાઓને ૨૬ ઓક્ટોબરે સમન્સ પાઠવ્યું છે.
અધિકારીઓને આદેશનું રતીભર પાલન થયાનું જણાવો અન્યથા એક સોગંદનામું દાખલ કરો કે અમે લાચાર છીએ અને આદેશોનું પાલન કરવામાં રસ ધરાવતા નથી અને અમે કંઈ કરવાના નથી, એમ કોર્ટે જણાવ્યું હતું.
મુંબઈનું પ્રદૂષણનું સ્તર દિલ્હી કરતાં વધી રહ્યું હોવાનું અવલોકન કરતાં કોર્ટે ચેતવણી આપી હતી કે જો આ ભૂલો ચાલુ રહેશે તો સંબંધિત અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવશે અને તિરસ્કારની કાર્યવાહી શરૃ કરવામાં આવશે. ૨૨ સપ્ટેમ્બર અને ૧૫ ઓક્ટોબરના રોજ જારી કરાયેલા તેના વિગતવાર નિર્દેશોનો ઉલ્લેખ કરીને, કોર્ટે રસ્તાઓ, શેરીઓ, ગલીઓ અને ફૂટપાથ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે તેવી મૂળભૂત જાહેર નોટિસ જારી કરવામાં નિષ્ફળ રહેવા બદલ બીએમસી અને એમપીસીબીની ટીકા કરી હતી.
સત્તાવાર તંત્ર કાર્યવાહી કરવામાં ખૂબ જ ધીમું છે એમબેન્ચે અવલોકન કર્યું હતું કે બીએમસી અને એમપીસીબીને ૨૪ ઓક્ટોબર સુધીમાં અખબારો અને સોશિયલ મીડિયા પર નોટિસ પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો છે. નોટિસમાં ફટાકડાના ધુમાડા અને અવાજની હાનિકારક અસરોને પણ પ્રકાશિત કરવી જોઈએ, એમ ઉમેર્યું હતું.
ખંડપીઠે ચિંતા વ્યક્ત કરી કે જ્યારે વ્યસ્ત રસ્તાઓ પર ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા અને જરૃરી પરવાનગી વિના સરઘસો કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ અધિકારીઓ કોર્ટના આદેશોથી અજાણ હતા.
ન્યાયાધીશોએ કહ્યું હતંંુ કે કે કાગળ પર જ આદેશો રાખવાનો શું અર્થ છે? તેમણે પોલીસ કમિશનરને નિર્દેશ આપ્યો કે તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને આદેશોની જાણ કરવામાં આવે અને પાલનની પુષ્ટિ કરતું સોગંદનામું માંગવામાં આવે.
લાખો લોકોને અસર કરી રહેલા પ્રદૂષણ સંકટનો ઉલ્લેખ કરતા, બેન્ચે પ્રશ્ન કર્યો કે જ્યારે કટોકટીનાં પગલાં ભરવાં પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે અધિકારીઓ કેવી રીતે શાંત રહી શકે છે. તેમાં ભારે ધુમ્મસ અને નબળી દૃશ્યતાના અહેવાલોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ભાર મૂક્યો હતો કે પ્રદૂષણનો સામનો કરવા માટે જાહેર જાગૃતિ અને વર્તણૂકીય પરિવર્તન આવશ્યક છે.
કોર્ટે બાંધકામ સંબંધિત પ્રદૂષણ અને ગેરકાયદેસર ડમ્પિંગ સામે અસરકારક કાર્યવાહીના અભાવ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો, અને અવલોકન કર્યું કે નિયમો અને માનક સંચાલન પ્રક્રિયાઓ ફક્ત કાગળ પર જ અસ્તિત્વમાં હોય તેવું લાગે છે.




