એસઆઈઆર બાદ પહેલા ડ્રાફટમાં બે કરોડથી વધુ મતદારો બાકાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યના ૨૧ ટકા જેટલા મતદારોના નામ નહિ
હવે ૯.૭૮ કરોડને બદલે ફક્ત ૨.૦૬ કરોડ મતદારો ઃ મુંબઈ શહેર અનેે પરાંમાં ૩૬ લાખ મતદારો ઘટી ગયા
મુંબઈ - મહારાષ્ટ્રમાં હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-૨૦૨૬દ (એસઆઈઆર ) કવાયતના અંતે આજે જાહેર કરાયેલા મતદાર યાદીના પહેલા ડ્રાફ્ટ અનુસાર બે કરકોડથી વધુ મતદારો મતદાર યાદીમાંથી બાકાત થઈ ગયા છે. લગભગ ૨૧ ટકાથી વધુ મતદારો બહાર નીકળી ગયા છે. આટલી મોટી સંખ્યામાં મતદારો બાકાત થતાં તેની રાજકીય અને વહીવટી અસરોની ચર્ચા શરુ થઈ છે.
એસઆઇઆર પ્રક્રિયા શરૃ કરતાં પહેલાં રાજ્યમાં કુલ ૯,૭૮,૫૪,૦૪૯ નોંધાયેલા મતદારો હતા. નવી ડ્રાફ્ટ યાદીમાં ૭,૭૧,૭૫,૫૬૨ મતદારો (૭૮.૮૬)નો સમાવેશ થયો છે. એટલે કે ૨,૦૬,૮૮,૪૮૭ મતદારો (૨૧.૧૪ ટકા)નાં નામ હાલની પ્રારંભિક યાદીમાં નથી. ગણતરી ફોર્મ ન મળવું, મતદારનું સ્થળાંતર, ગેરહાજરી, મૃત્યુ અથવા ડુપ્લિકેટ નોંધણી જેવા કારણોસર નામ બહાર રહી ગયાનું જણાવાયું છે.
નવી ડ્રાફ્ટ યાદીમાં ૩,૯૫,૮૯,૯૦૫ પુરુષ, ૩,૭૫,૭૨,૫૭૦ મહિલા અને ૩,૦૮૭ તૃતીયપંથી મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી હવે દરેક મતદાર માટે પોતાનું નામ યાદીમાં છે કે નહીં તે ચકાસવું અત્યંત જરૃરી બની ગયું છે.
મતદારો ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર જઈ પોતાનું નામ તપાસી શકે છે. નાન ન હોય તો દાવો કે વાંધો નોંધાવવા માટે તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીનો સમય આપવામાં આવ્યો છે. તમામ દાવા-વાંધાની ચકાસણી બાદ ૪ નવેમ્બર ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે આ ઉપરાંત પહેલી ઓક્ટોબર ૨૦૧૬ સુધીમાં ૧૮ વર્ષ પૂર્ણ કરનારા નવા મતદારો પણ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે પાત્ર રહેશે.
૩૭મતદાન કેન્દ્રોનો ે ઘટાડો
એસઆઇઆર સાથે રાજ્યમાં મતદાન કેન્દ્રોની પણ પુનઃરચના કરવામાં આવી છે. અગાઉ ૧,૦૦,૨૫૩ મતદાન કેન્દ્રો હતા. તેમાંથી ૪૩૧ કેન્દ્રો ઘટાડવામાં આવ્યા અને ૩૯૪ નવા કેન્દ્રો ઉમેરવામાં આવતા હવે કુલ ૧,૦૦,૨૧૬ મતદાન કેન્દ્રો રહેશે.
મતદારોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧,૪૦૩મતદાન કેન્દ્રોના સ્થળ પણ બદલવામાં આવ્યા છે. આ કેન્દ્રોને અસ્થાયી વ્યવસ્થામાંથી વધુ સુરક્ષિત અને પાકી ઇમારતોમાં ખસેડવામાં આવ્યા છે.આથી મતદાર યાદીમાંથી નામ કપાયું છે કે નહીં અને પોતાનું મતદાન કેન્દ્ર ક્યાં છેબંને બાબતો દરેક મતદારે સમયસર ચકાસી લેવી જરૃરી બની છે એવી અપીલ પણ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમે મતદારોને માત્ર રાજ્યના આંકડાઓ પર આધાર રાખવાને બદલે પોતાનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે કે નહીં તે જાતે તપાસવાની અપીલ કરી છે.
તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા મતદારોને કાઢી નાખવા માટે નહીં, પરંતુ મતદાર યાદીને વધુ ચોક્કસ અને અપડેટ કરવા માટેની કવાયત છે. તેથી લાયક મતદારનું નામ ખૂટતું હોય અને તેની પાસે માન્ય દસ્તાવેજો હોય તો નિર્ધારિત સમયગાળામાં જરૃરી ફોર્મ ભરીને નામનો સમાવેશ કરાવી શકાય છે.
મતદાર યાદીમાં નામ આ રીતે ચેક કરો, ન હોય તો ૩૦ સપ્ટે. સુધીમાં વાંધો નોંધાવો
*વિકલ્પ ૧ ઓનલાઇન નામ શોધો
-નામ ચકાસવાની સૌથી સરળ અને ઝડપી રીત ચૂંટણી પંચના મતદાર શોધ પોર્ટલનો ઉપયોગ કરવાની છે.
પર જાઓ.
-મહારાષ્ટ્ર રાજ્ય અને સંબંધિત ભાષા પસંદ કરો.
-ઈપીઆઈસી નંબર, મતદારની વિગતો અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા નામ શોધી શકાય છે.
-સર્ચ કરીન- પર ક્લિક કરીને તમારું નામ અને મતદાર યાદીની વિગતો તપાસો.
*વિકલ્પ ૨ મતદાર યાદીની પીડીએફ તપાસો
તમારા મતદાન મથકની મતદાર યાદીની પીડીએફપણ ડાઉનલોડ કરીને નામ ચકાસી શકાય છે.
-ઈસીઆઈના મતદાર યાદી ડાઉનલોડ પોર્ટલ પર જાઓ.
-મહારાષ્ટ્ર પસંદ કરો.
-જિલ્લો અને વિધાનસભા મતવિસ્તાર પસંદ કરો.
-સંબંધિત મતદાન મથક/ભાગ પસંદ કરો.
-મતદાર યાદીની પીડીએફ ડાઉનલોડ કરો.
-પીડીએફમાંમાં નામ, ઈપીઆઇસી નંબર અને અન્ય વિગતો શોધો.
*વિકલ્પ ૩એએસડીડી યાદીમાં નામ તપાસો
-જો એસઆઈઆર-૨૦૨૬ની ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારું નામ ન મળે, તો એએસડીડી યાદી પણ તપાસવી મહત્વપૂર્ણ છે. આ યાદીમાં એવા મતદારોની વિગતો હોય છે, જેમનાં નામ ૨૦૨૫ ની મતદાર યાદીમાં હતાં પરંતુ એસઆઈઆર-૨૦૨૬ની ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી.
એએસડીડી યાદી ઉપલબ્ધ થયા બાદ મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ અથવા સંબંધિત જિલ્લા વેબસાઇટ પર તેને તપાસી શકાય છે.
ઈપીઆઈસી નંબરથી શોધ કરો અથવા મતદાન મથક પ્રમાણે યાદી તપાસો. નામ મળી આવે તો તેની સામે દર્શાવેલું કારણ અથવા કેટેગરી પણ ચકાસો.
નામ ન હોય તો શું કરવું?
ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ ન હોવાનો અર્થ એ નથી કે મતદારનું નામ કાયમ માટે કાઢી નાખવામાં આવ્યું છે. ૩૧ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી દાવા અને વાંધા રજૂ કરી શકાય છે.
-ફોર્મ-૬- મતદાર યાદીમાં નવું નામ ઉમેરવા માટે
-ફોર્મ-૭- કોઈ નામ કાઢી નાખવા સામે વાંધો નોંધાવવા માટે
ફોર્મ-૮- મતદાર યાદીમાં નામ અથવા અન્ય વિગતોમાં સુધારો કરવા છે




