ગણેશોત્સવ માટેની ખાસ ૨૦૦ ટ્રેનોમાં ૧.૧૭ લાખથી વધુ ટિકિટો બુક થઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અનારક્ષિત અન્ય ૬૨ ટ્રેનોની જાહેરાત
મુંબઈ - ગણેશોત્સવની તૈયારીઓ મહારાષ્ટ્રમાં શરૃ થઇ ગઇ છે. તેની સાથે જ સેન્ટ્રલ રેલવેએ પણ ગણેશોત્સવ સ્પેશિયલ ૨૦૦ આરક્ષિત ટ્રેનોની જાહેરાત કરી છે. જેમાં ટિકિટ બુક કરાવનારા લોકોની સંખ્યા ૧.૧૭ લાખને પાર થઇ ગઇ છે.
ગણેશોત્સવ માટે કોંકણ તરફ જનારા લોકોના ધસારાને પહોંચી વળવા માટે દર વર્ષે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત થાય છે. આ વર્ષે સેન્ટ્ર્લ રેલવેએ ૨૬૨ ટ્રેનોની જાહેરાત કરી છે. જેમાંથી ૬૨ ટ્રેનો અનારક્ષિત છે. નવમી તારીખથી શરૃ થનારી આ ટ્રેનો મુંબઇ, પુણે અને નાગપુરને કોંકણ અને ગોવાથી કનેક્ટ કરશે. રેલવે અધિકારીઓના જણાવ્યાનુસાર ૧.૧૭ લાખ લોકોએ આ ટ્રેનો માટે ટિકિટ બુક કરી છે. રેલવેએ પ્રવાસીઓને અપીલ કરી છે કે ટ્રેન ઉપડવાની ૩૦ મિનિટ પૂર્વે પ્રવાસીઓ સ્ટેશને આવી જાય, જેથી છેલ્લી ઘડીએ થનારી ભાગદોડ ટાળી શકાય અને પ્રવાસ વખતે અધિકૃત ટિકિટ અને આઇડી પ્રૂફ સાથે રાખે.




