બકરી ઈદ પર 10 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત

શહેરમાં
વરિષ્ઠ અધિકારીઓ, એસઆરપીએફ અને આરસીપી જેવા વિશિષ્ટ યુનિટ પણ તૈનાત
મુંબઈ
- મુંબઈમાં ૨૮ મેના રોજ ગુરુવારે બકરી ઈદની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા
સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ જાહેર સ્થળો, મસ્જિદો, દરગાહ પર
મોટી ભીડ ઉમટવાની અપેક્ષા છે. તેથી ઉજળણી શાંતિપૂર્ણ અને સલામત રીતે થાય તે માટે
સમ્રગ શહેરમાં દસ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત
માહિતી મુજબ, ગુરુવારે બકરીની ઈદની ઉજવણી સમયે સમ્રગ મુંબઈમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો
શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાય તે માટે મુંબઈ પોલીસે શહેરભરમાં ૦૮ એડિશનલ
પોલીસ કમિશ્નર, ૧૯૮૦ પોલીસ અધિકારીઓ અને ૧૦,૧૧૦ પોલીસ કોન્સ્ટેબલને તૈનાત કર્યા છે.
નિયમિત
પોલીસ તૈનાત ઉપરાંત રમખાણો નિયંત્રણ પોલીસ (આરસીપી), એન્ટિ- ડોમ ટીમ, રાજ્ય
રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ) પ્લાટૂન, રમખાણો નિયંત્રણ ટીમ,
ક્વિક રિસ્પોન્સ ટીમ, ડેલ્ટા યુનિટ, કોમ્બેટ ટીમ અને હોમગાર્ડસ સહિત વિશેષ યુનિટોને પણ મુખ્ય અને સંવેદનશીલ
સ્થળોએ તૈનાત કરવામાં આવશે.
કોઈપણ
અનિચ્છનીય ઘટનાઓને રોકવા અને તહેવાર સંબંધિત પ્રવૃત્તિઓ દરમિયાન સરળ અવરજવર
સુનિશ્ચિત કરવા માટે ભીડભાડવાળા અને સંવેદનશીલ
વિસ્તારોમાં વિશેષ દેખરેખ રાખવામાં આવશે.
મુંબઈ
પોલીસે નાગરિકોને ભીડભાડવાળા સ્થળોએ સંયમ રાખવા, નિયમોનું પાલન કરવા અને શાંતિપૂર્ણ ઉજવણી
સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા કર્મચારીઓને સહયોગ આપવા વિનંતિ કરી છે.









