Mumbai

એમઆઈએમના નગરસવેક ઇમ્તિયાઝ જલીલનો આરોપીમાં સમાવેશ

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
નાસિકના TCS ધર્માંતરણ કેસમાં MIM નેતા ઈમ્તિયાઝ જલીલનું નામ પૂરક ચાર્જશીટમાં આરોપી તરીકે દાખલ કરાયું છે. નાસિક પોલીસે મુખ્ય આરોપી નિદા ખાનને ફરાર હતી ત્યારે મદદ કરવા અને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે. SIT દ્વારા તપાસ બાદ છત્રપતિ સંભાજીનગરમાં જલીલનું નામ ઉમેરાયું છે. આ કેસમાં હવે કોર્ટ સમન્સ જારી કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એમઆઈએમના નગરસવેક ઇમ્તિયાઝ જલીલનો આરોપીમાં સમાવેશ

નાસિક ટીસીએસ ધર્માંતરણનો કેસ

મુખ્ય આરોપી નિદાને આશ્રય આપ્યાનો આરોપ સાથે પૂરક ચાર્જશીટમાં નામ આપ્યું

નાસિક -  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એમઆઈએમ)ના નેતા ઈમ્તિયાઝ જલીલને  ટીસીએસ નાસિક યુનિટમાં જાતીય સતામણી અને ધર્મ પરિવર્તન કેસમાં દાખલ કરાયેલ પૂરક ચાર્જશીટમાં પોલીસે આરોપી તરીકે નામ આપ્યું છે. આ ચાર્જશીટમાં મુખ્ય આરોપી ફરાર હતી ત્યારે તેને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

શુક્રવારે નાસિકમાં એડિશનલ સેશન્સ જજ અમિત ખારકરની કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, એમ પીડિતોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરતા વકીલે જણાવ્યું હતું.

છત્રપતિ સંભાજીનગર (અગાઉ ઔરંગાબાદ)ના ભૂતપૂર્વ લોકસભા સાંસદ જલીલ પર ટીસીએસ નાસિક યુનિટના ભૂતપૂર્વ કર્મચારી અને કેસની મુખ્ય આરોપી નિદા ખાન જ્યારે  ફરાર હતી ત્યારે તેને મદદ કરવાનો આરોપ છે.

ટાટા કન્સલ્ટન્સી સવસીસ  (ટીસીએસ) નાસિક યુનિટમાં કેસની તપાસ કરી રહેલી નાસિક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને એમઆઈએમ કોર્પોરેટર મતીન પટેલ સાથે જલીલનીકડી હોવાનું જણાયું હતું.  છત્રપતિ સંભાજીનગરમાં નિદાને આશ્રય આપવા બદલ અગાઉ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

તદનુસાર, જલીલને એક મહિના પહેલા  નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં તેમને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ એમઆઈએમ મહારાષ્ટ્ર એકમના પ્રમુખ એસઆઈટી સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા.

  એસઆઈટીએ દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ચાર્જશીટમાં જલીલનું નામ આરોપી તરીકે ઉમેર્યું છે. જલીલ કોર્ટમાં હાજર થયો ન હતો, અને આગળની કાર્યવાહી કાનૂની પ્રક્રિયાઓ અનુસાર કરવામાં આવશે. કોર્ટ સમન્સ જારી કરશે, અને જલીલે તેની સમક્ષ હાજર થવું પડશે અથવા જામીન માટે અરજી કરવી પડશે.