17 વર્ષીય કિશોરીને લગ્નનું વચન આપી બળાત્કારના કેસમાં યુવકને ૨૦ વર્ષની જેલ

નાની વય અને પારિવારિક જવાબદારીને લઈ દયાની અરજી નકારી
ભાયંદર પૂર્વના રહેવાસીએ સંબંધ સંમતિથી બંધાયો હોવાની કરેલી દલીલ કોર્ટે ફગાવી દીધી
મુંબઈ - થાણેની કોર્ટે ૧૭ વર્ષની કિશોરી પર વારંવાર બળાત્કાર કરીને તેને સગર્ભા કરવાના આરોપસર આરોપીને ૨૦વર્ષની જેલની સજા ફટકારી છે.
પોક્સો કોર્ટના વિશેષ જજે આરોપી ગૌરાંગ ગિરીષ કંથારિયા (૨૩)ને સજા સંભળાવી હતી. ભાયંદર પૂર્વના રહેવાસી કંથારિયાએ ૨૦૨૧માં પીડિતા સાથે મિત્રતા કેળવી અને લગ્નનું વચન આપીને વારંવાર બળાત્કાર કર્યો હતો. ૩૦ જાન્યુઆર ૨૦૨૨માં તેની સામે કેસ નોંધાયો હતો.પીડિતા ગર્ભવતી થતાં ૧૫ ઓગસ્ટ૨ ૨૦૨૩માં બાળકને જન્મ આપ્યો હતો.
સંબંધો પરસ્પર સંમતિથી બંધાયા હોવાની બચાવ પક્ષની દલીલ કોર્ટે ફગાવી હતી. ગુના સમયે પીડિતા સગીર હતી અને કાયદા અનુસાર સગીરા સંમતિ આપવા અક્ષમ હોય છે આથી તેની સંમતિ સંમતિ ગણાતી નથી. આરોપીએ પોતાની વય અને પારિવારિક જવાબદારી ટાંકીને દયાની માગણી કરી તી કોર્ટે નોંધ કરી હતી કે બાળક સામેનો આ ગંભીર ગુનો છે. જજે ૨૦ વર્ષની સખત જેલ અને બે હજારનો દંડ લાદ્યો હતો.




