માલેગાંવમાં બાળકી પર બળાત્કાર, હત્યાના આરોપીને ફાંસીની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવેમ્બર ૨૦૨૫ના કેસમાં ૧૧ મહિનામાં સજા જાહેર
પીડિત પરિવારને દસ લાખ રૃપિયાની સહાયઃ પ્રત્યક્ષદર્શી મહિલાની જુબાની મહત્વપૂર્ણ સાબિત થઈ
મુંબઈ - નાશિકના માલેગાંવમાં ડોંગરાલ વિસ્તારમાં બાળકી પર અત્યાચાર અને હત્યા કેસમાં માલેગાંવ ઉપલા જિલ્લા અને સત્ર અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી છે. શુક્રવારે આપેલા ચુકાદામાં કોર્ટે આ રેરેસ્ટ ઓફ રેર કેસ હોવાનું જણાવી હત્યારાને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ કેસમાં ચુકાદા પર સમગ્ર રાજ્યનું ધ્યાન કેન્દ્રિત થયું હતું.
આ ઘટના ૧૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ માલેગાંવના ડોંગરાલે વિસ્તારમાં બની હતી. આરોપી વિજય ખૈરનારે પીડિતાને ચોકલેટની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ હતો. ખૈરનારને આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. સરકાર દ્વારા નિયુક્ત ખાસ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે દલીલો કરી હતી. આરોપીને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ માલેગાંવના લોકોએ આજે કોર્ટે ન્યાય આપ્યો તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ કેસમાં પીડિત પરિવારને દસ લાખ રૃપિયાની સહાય આપવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શી મહિલાની જુબાની કોર્ટમાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.
પીડિતાના વકીલે જણાવ્યું હતું કે 'આ કેસમાં, બાળ સાક્ષીની જુબાની ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ૧૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજબાળકી પર અમાનવીય કૃત્યો અને ત્રાસ આપવામાં આવ્યો હતો. તેણે બાળકી પર અત્યાચાર ગુજાર્યો અને તેની હત્યા કરી અને પુરાવાનો નાશ કર્યો હતો. અમે માંગ કરી છે કે તેને સૌથી કડક સજા આપવામાં આવે. પરિસ્થિતિગત પુરાવા અને કેસ છે.. તેણે તેની હત્યા કરી. આ કેસમાં બાળ સાક્ષી ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. બાળ સાક્ષી પાસેથી આ બધી વિગતો મેળવવી અને તેને પુરાવા તરીકે રજૂ કરવું એ સૌથી મોટી દલીલ અને સૌથી મોટું પાસું હતું.




