Mumbai

કોમન સુવિધાઓ વાપરતા રહીશ માટે મેઈનટેનન્સ ભરવું ફરજિયાત - હાઈકોર્ટ

By GS TEAM
29 Oct 20252 mins read
કોમન સુવિધાઓ વાપરતા રહીશ માટે મેઈનટેનન્સ ભરવું ફરજિયાત - હાઈકોર્ટ

મૂળ માલિક ન હોય તો પણ કબજેદારે પેમેન્ટ આપવું પડેે

માતા મૂળ માલિક હોવાનું જણાપી પૈસા નહિ ભરતા પુત્રક્ષને રૃા. ૧૨.૨૫ લાખની રકમ અને ૯ ટકા વ્યાજ ચૂકવવા  આદેશ

મુંબઇ -  બિલ્ડીંગની એમેનિટીસનો ઉપયોગ કરનારો ફ્લેટનો કબ્જેદાર મેઇનટેનન્સ ભરવાનો ઇન્કાક કરી ન શકે તેવો ચુકાદો બોમ્બે હાઇકોર્ટે આપ્યો છે. પાણી પુરવઠો, સુરક્ષા, અને સફાઇ વિગેરે કોમન સુવિધાઓનો ઉપયોગ કરનારો ફ્લેટનો રહેવાસી મૂળ માલિક નહીં હોય તો પણ મેઇનટેનન્સ આપવું પડે તેવું જસ્ટિસ અમિત બોરકરે એક ચુકાદામાં કહ્યું છે.

એક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો એક કબ્દેદાર પોતાની માતાની મલિકીના ફ્લેટમાં રહેતો હતો. ૧૯૯૨માં માતાના નિધન પછી તેના પુત્ર કાયદેસરનો વારસદાર હતો અને રહેતો હતો. તે મેઇનટેનન્સ ચાર્જ આપતો ન હતો. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૫ દરમિયાનના છ વર્ષની બાકી રકમ અને ૧૮ ટકા પ્રતિ વર્ષના વ્યાજની ઉઘરાણી માટે સોસાયટીએ કોઓપરેટિવ કોર્ટમાં ધા નાખી હતી. રૃા. ૧૨.૨૫ લાખની રકમનો દાવો કોઓપરેટિવ કોર્ટે ફગાવી દીધો હતો. સોસાયટીએ તે ચુકાદા સામે એપેલેટ કોર્ટમાં અરજી કરી હતી. જો કે એપેલેટ કોર્ટે કોઓપરેટિવ કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો. બંને કોર્ટ સમય વિતી ગયો હોવાનું કહી સોસાયટીનો દાવો ફગાવ્યો હતો.

કોઓપરેટિવ એપલેટ કોર્ટના જાન્યુઆરી ૨૦૨૩ના આદેશ સામે સોસાયટીએ બોમ્બે હાઇકોર્ટમાં પીટિશન કરી હતી. હાઇકોર્ટે કોઓપરેટિવ કોર્ટ અને એપેલેટ કોઓપરેટિવ કોર્ટનો ચુકાદો ફગાવ્યો હતો. મેઇનટેનન્સ આપવાની જવાબદારી સતત અને વારંવાર ચૂકવવી પડે છે તેવું અવલોકન જસ્ટિસ બોરકરે કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સોસાયટી દર ત્રણ મહિને બિલ મોકલે છે. મેઇનટેનન્સ બિલ્સ મળ્યા નથી તેવંવ  પ્રતિવાદીએ કહ્યું નથી. કોમન સર્વિસીસનો ઉપયોગ થતો રહે ત્યાં સુધી અને ફ્લેટમાં રહે ત્યાં સુધી મેઇનટેનન્સ લેવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે.

જસ્ટિસ બોરકરે કહ્યું કે પ્રતિવાદી ૧૯૯૨થી સતત ફ્લેટમાં રહે છે અને એમેનિટીસનો લાભ ઉઠાવે છે. પાણી પુરવઠો, લિફ્ટ, સુરક્ષા, સફાઇ અને અન્ય કોમન એમેનેટિસનો લાભ મેળવે છે. સોસાયટીમાં રહેનારી અને મેમ્બર વ્યક્તિ તેના ભાગે પડતો મેઇનટેનન્સ ચાર્જ ચૂકવવાનો ઇન્કાર કરી નહીં શકે. ફ્લેટના કાયદેસરના માલિકને રૃા. ૧૨.૨૫ લાખની બાકી રકમ અને ૯ ટકાના દરે વ્યાજ ચૂક વવાની હાઇકોર્ટે આદેશ કર્યો હતો.