Mumbai

સેન્ટરોમાં કોમ્પ્યુટર અને વીજ પુરવઠો ખોરવાતા મહાજ્યોતી પરીક્ષા રદ્દ

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં મહાજ્યોતિ પરીક્ષામાં તંત્રનો છબરડો સામે આવ્યો છે. પુણેમાં કોમ્પ્યુટર ન ચાલતા અને નાંદેડમાં લાઈટ ગુલ થતા પરીક્ષા રદ કરાઈ હતી. આશરે 300 થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે 10 ઓક્ટોબરે ફરીથી લેવાશે. ટેકનિકલ ખામીની તપાસ થશે અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્ટરોમાં કોમ્પ્યુટર અને વીજ પુરવઠો ખોરવાતા મહાજ્યોતી પરીક્ષા રદ્દ

મહારાષ્ટ્રમાં વધુ એક પરીક્ષામાં તંત્રનો છબરડો

પુણેમાં કોમ્પ્યુટર જ ન  ચાલ્યાં, નાંદેડમાં લાઈ ગુલ થઈ ગઈઃ હવે આ કેન્દ્રો પર ૧૦મીેએ ફરી પરીક્ષા યોજવાની જાહેરાત

મુંબઈ  -  દેશ અને રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પેપર લીકની સમસ્યા ચાલી રહી છે. એનઈઈટી પેપર લીક અને એમપીએસસી પેપર લીકને લઈને વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા છે. ત્યારે હવે મહાજ્યોતિ પરીક્ષા દરમિયાન પુણે અને નાંદેડના બે પરીક્ષા કેન્દ્રો પર ટેકનિકલ ખામી સર્જાતા અહીં પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેથી લગભગ ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે ૧૦ ઓકટોબરના ફરીથી લેવામાં આવશે.

આ સ્ક્રીનીંગ ટેસ્ટ મહાત્મા જ્યોતિબા ફૂલે રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ (મહાજ્યોતિ) અને સ્વ. વસંતરાવ નાઈક રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ (વનારતી) દ્વારા યુપીએસસી, એમપીએસસી અને પોલીસ ભરતી માટે આપવામાં આવતી તાલીમની પસંદગી માટે લેવામાં આવી રહી છે. રાજ્યના ૩૨ શહેરોમાં ૬૪ પરીક્ષા કેન્દ્રો પર ત્રણ દિવસ માટે આ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં કુલ ૯૦,૬૦૦ વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ માટે અરજી કરી છે અને પહેલા દિવસે લગભગ ૩૦ હજાર વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી હતી.

બુધવારે  પુણેના અંબેગાંવ બુદ્રકમાં સન બ્રાઇટ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર ં ઘણા વિદ્યાર્થીઓના કોમ્પ્યુટર શરૃ થયા જ ન હતા, તો કેટલાકમાં લોગિન થઈ શક્યું ન હતું.  દરમિયાન પરીક્ષા શરૃ થયાના થોડા સમય પછી જ કેટલાક વિદ્યાર્થીઓના કોમ્પ્યુટર બંધ થઈ ગયા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓના કમ્પ્યુટર અચાનક લોગ આઉટ થઈ ગયા હતા.

બીજી તરફ નાંદેડના મરાઠવાડામાં પણ ઓનલાઈન પરીક્ષા કેન્દ્રમાં વીજ પુરવઠો ગુલ થવાને કારણે પરીક્ષા સિસ્ટમ જ બંધ રહી હતી . પરિણામે, બંને કેન્દ્રો પર પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહાજ્યોતિના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે પુણે સેન્ટર પર લોગિન સમસ્યા અને નાંદેડ સેન્ટર પર વીજ પુરવઠો ખોરવાતા પરીક્ષા આપવી શક્ય નહોતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ બંને સેન્ટરો પર વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા ૧૦ ઓક્ટોબરે લેવામાં આવશે.

દરમિયાન, બંને કેન્દ્રોમાં ટેકનિકલ સમસ્યાઓ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવશે.  સીસીટીવી ફૂટેજ,  ટેકનિકલ રેકોર્ડ અને પરીક્ષા પ્રક્રિયાની પણ તપાસ કરવામાં આવશે. જો તપાસમાં કોઈ ખામી જણાશે તો સંબંધિતો સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.