Mumbai

મુંબઈમાં કોસ્ટલ રોડ નજીક બેકાબૂ કારની અડફેટે અમદાવાદના બે યુવકો સહિત 3ના મોત

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈના કોસ્ટલ રોડ પર આજે વહેલી સવારે 5:20 કલાકે લોટસ જેટી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી લક્ઝુરિયસ કાર અનિયંત્રિત થતાં 4 લોકોને કચડ્યા હતા, જેમાં 3નાં કમકમાટીભર્યા મોત થયા છે અને 1 ગંભીર ઇજાગ્રસ્ત છે. મૃતકોમાં અમદાવાદના 2 યુવકો શનાય ગજ્જલ (21) અને ધીર્યા શેઠ (17)નો સમાવેશ થાય છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં કોસ્ટલ રોડ નજીક બેકાબૂ કારની અડફેટે અમદાવાદના બે યુવકો સહિત 3ના મોત

Mumbai Coastal Road Accident : મુંબઈના કોસ્ટલ રોડ પર એક અત્યંત ગંભીર અને ગોઝારો અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 20 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 5:20 વાગ્યાના અરસામાં લોટસ જેટી પાસે પૂરઝડપે આવી રહેલી એક લક્ઝુરિયસ કાર અચાનક અનિયંત્રિત થઈને ભીષણ રીતે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ અકસ્માતમાં સ્થળ પર જ 4 લોકો કારની અડફેટે આવી જતાં કચડાયા હતા જેમાંથી 3 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. મૃતકોમાં બે અમદાવાદના યુવકો હોવાની જાણકારી સામે આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર મરીન ડ્રાઇવથી હાજી અલી તરફ જઈ રહી હતી. ડ્રાઇવરની ઓવરસ્પીડ અને વાહન પરથી કાબૂ ગુમાવી દેવાને કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને તમામ ચારેય પીડિતોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરો દ્વારા 3 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ઇજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા આ દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે.

મૃતકોની ઓળખ જાહેર કરાઈ

મૃતકોની ઓળખ શનાય ગજ્જલ (21 વર્ષ), ધીર્યા શેઠ (17 વર્ષ) અને એક અજાણ્યો 25 વર્ષીય વ્યક્તિ તરીકે થઇ હતી. જ્યારે 20 વર્ષના એક યુવકને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.