એલઈડી હોર્ડિંગ્ઝ દૂર કરી માલિકો સામે ગુનો દાખલ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હોર્ડિંગના નિયમો માટે નવી કમિટી
હોર્ડિંગ્ઝની કાયદેસરતા ચકાસવા માટચે ક્યુઆર કોડ દર્શાવવા ફરજિયાત રહેશે
મુંબઈ - મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વાહનચાલકોનું ધ્યાન ભટકાવી અકસ્માતનું જોખમ ઊભું કરતા એલઈડી હોડગ્સ દૂર કરાશે. આ ઉપરાંત આ હોર્ડિંગ્ઝના માલિકોના પરવાના રદ કરવાની સાથે ફોજદારી ગુનો નોંધી એફઆઈઆર કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.
રાજ્યના નગર વિકાસ રાજ્યમંત્રી માધુરી મિસાળએ વિધાનસભામા મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા કુલ ૧૭૧ હોડગ્સ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે હવે દરેક હોડગ પર ક્યુઆર કોડ લગાવવો ફરજિયાત રહેશે. આ કોડ સ્કેન કરતાં હોડગનો પરવાનો નંબર, માલિકનું નામ, મંજૂરીની મુદત, સ્થળ અને અન્ય અધિકૃત વિગતો તરત જ ઉપલબ્ધ થશે. પરિણામે કાયદેસર અને ગેરકાયદે હોડગ્સ વચ્ચેનો ભેદ તરત જ સ્પષ્ટ થઈ જશે અને ગેરરીતિઓ પર અસરકારક અંકુશ આવશે.
સરકારે આ સમગ્ર વ્યવસ્થાની દેખરેખ માટે અપર મુખ્ય સચિવ (ગૃહ)ના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ દર ત્રણ મહિને હોડગ્સની સ્થિતિ, માળખાકીય સલામતી, પોલીસના એનઓસી સહિત તમામ નિયમોના પાલનની સમીક્ષા કરશે. મહાનગરપાલિકાને પણ દરેક પ્રક્રિયામાં સંપૂર્ણ પારદશતા જાળવવાના કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.









