Mumbai

વકીલનો દાવોઃ રોહન સાથે પીએમઓમાં જોબના નામે છેતરપિંડી થઈ છે

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈના BKC જિયો વર્લ્ડ પ્લાઝામાં PM મોદીની ઇવેન્ટ સ્થળે ગનધારી બોડીગાર્ડ સાથે ઘૂસનાર રોહન અને તેના બોડીગાર્ડ દિલીપ કુંડેને 11 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મળ્યા છે. રોહનના વકીલે દલીલ કરી હતી કે 24 વર્ષીય રોહન પોતે PMOમાં નોકરીની બોગસ ઓફરનો ભોગ બન્યો છે. તેને ઓફર લેટર, આઈકાર્ડ અને PMO સેક્રેટરીનો પત્ર ઈમેઈલથી મળ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વકીલનો દાવોઃ રોહન સાથે પીએમઓમાં જોબના નામે છેતરપિંડી થઈ છે

રોહન  અને તેના બોડીગાર્ડને ૧૧મી સુધી રિમાન્ડ

 મુંબઈના ખારના રહીશ રોહનને ઓફર લેટર, આઈકાર્ડ, પીએમઓ સેક્રેટરીનો પત્ર  બધું ઈમેઈલ દ્વારા મોકલાયું હતું

મુંબઈ -  બીકેસી જિયો વર્લ્ડ પ્લાઝામાં પીએમ મોદીની ઈવેન્ટનાં સ્થળે આગલી સાંજે ગનધારી બોડીગાર્ડ  સાથે પ્રવેશ બદલ ઝડપાયેલો રોહન ત્યાં વાગ્દત્તા માટે પરફ્યૂમ લેવા આવ્યો હતો અને તેને પીએમઓમાં નોકરી અપાઈ હોવાના નામે છેતરવામાં આવ્યો છે તેવી દલીલ  રોહનના વકીલ દ્વારા રિમાન્ડ અરજી વખતે કરવામાં આવી હતી.

પોલીસે રોહનને કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે તેને  તથા તેના બોડીગાર્ડ દિલીપ કુંડેને ૧૧મી સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા હતા.

રોહનના વકીલે દાવો કર્યો હતો કે વાસ્તવમાં   રોહન ખુદ  કદાચ એક છેતરપિંડીનો ભોગ બન્યો છે.  મેથેમેટિક્સ સાથે બીએસસી થયેલા ૨૪ વર્ષીય રોહનને  પીએમઓમાં નોકરીની ઓફરનો એક ઈમેઈલ મળ્યો હતો. તે પરથી રોહન ખરેખર એમ માનવા લાગ્યો હતો કે પોતે પીએમઓમાં નિયુક્ત થઈ ચૂક્યો છે. જ્યારે રોહન તો ૨૦૨૪થી પોતાનો  અલાયદો બોડીગાર્ડ આમ પણ ધરાવે જ છે. બીજી તરફ રોહનને ગત ડિસેમ્બરમાં જ એક અંગરક્ષકની નિયુક્તિ માટે જણાવાયું હતું.  આમ રોહનને બોગસ ઓફર લેટર દ્વારા ફસાવાયો હોવાનું લાગે છે તેવી દલીલ વકીલે કરી હતી.  તેમણે કહ્યું હતું કે  તરુણ કપૂર તરીકે ઓળખાતી વ્યક્તિએ પારેખને પીએમઓ માટે કામ કરવાની ઓફર કરી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે પારેખને મહાક ગુપ્તા સાથે  સલાહકાર ની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી અને તરુણ ગુપ્તા તરીકે ઓળખાતી વ્યક્તિ તરફથી સંરક્ષણ સંપાદન નીતિ સંબંધિત એક ઇમેઇલ પ્રાપ્ત થયો હતો.

બચાવ પક્ષના જણાવ્યા મુજબ, પારેખને એક ઓફર લેટર, એક ઓળખપત્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હસ્તાક્ષરિત પત્ર મળ્યો હતો. તેને કથિત રીતે વડા પ્રધાનના એક સચિવ તરફથી એક ઇમેઇલ પણ મળ્યો હતો. આમ રોહનનાં દૃષ્ટિકોણ તથા તેની પાસેના ઈમેઈલ કોમ્યુનિકેશન પ્રમાણે તેણે કોઈ ઢોંગ આચર્યો ન હતો. વાસ્તવમાં તેને પીએમઓમાં ફરજ ના નામે છેતરવામાં આવ્યો હતો.