Mumbai

કુમાર સાનુનો ભૂતપૂર્વ પત્ની રિટા પર ૫૦ કરોડનો બદનક્ષીનો દાવો

By GS TEAM
20 Dec 20251 min read
કુમાર સાનુનો ભૂતપૂર્વ પત્ની રિટા પર ૫૦ કરોડનો બદનક્ષીનો દાવો

રિટાના ઈન્ટરવ્યૂ, પોસ્ટથી બદનામી થયાનો આરોપ

ઈન્ટરનેટ કંપનીઓને બદનક્ષીકારક સામગ્રી દૂર  કરવાનો તથા રિટાને જાહેર માફી માગવાનો આદેશ આપવાની કોર્ટમાં માંગ

મુંબઈ - બોલીવુડના પાર્શ્વં ૈગાયક કુમાર સાનુ એ તેની ભૂતપૂર્વ પત્ની રિટા ભટ્ટાચાર્ય સામે બદનક્ષીનો કેસ કરી ૫૦ કરોડનું વળતર માગ્યું છે. તેણે આરોપ કર્યો છે કે  રિટાએ તાજેતરમાં આપેલી મુલાકાત અને સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે પોતાની પ્રતિષ્ઠાને ઘેરું નુકસાન થયું છે.

કેસમાં પૂર્વ પત્ની રિટા ભટ્ટાચાર્યને અટકાવવા અને મેેટા તથા ગુગલ સહિતના ઓનલાઈન પ્લેટફોર્મને ગાયક અને તેમના પરિવાર વિશે બદનક્ષીકારક સામગ્રી  પ્રસારિત કે પ્રકાશિત કરવાથી અટકવાનો આદેશ માગ્યો છે.

તાકીદની વચગાળાની રાહત માગતી અરજીની સુનાવણી ૨૪ ડિસેમ્બરે થવાની સંભાવના છે. સાનુએ અરજીમાં દલીલ કરી છે કે  રિટાએ ે યુટયુબ ચેનલ પર સપ્ટેમ્બરમાં આપેલી મુલાકાતમાં ખોટા અને પાયાવિહોણા આરોપો કર્યા છે. આ વિડિયાનોે વ્યાપક ફેલાવો થયો હતો અને  તેને દોઢ લાખ વ્યુ મળ્યા હતા જેનાથી પોતાની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.

૨૦૦૧માં તેમના લગ્ન વિષયક કેસમાં રેકોર્ડ થયેલી સંમતિની શરતોનો હેતુપૂર્વક ભંગ થયો હોવાનો આરોપ કુમાર  સાનુએ કર્યો હતો. દિલ્હી હાઈ કોર્ટે પોતાના વ્યક્તિત્વ અને પબ્લિસિટીના અધિકારોની રક્ષા કરવાના પૂર્વ આદેશનો ઉલ્લેખ પણ સાનુએ કરીને દલીલ કરી હતી કે આ અધિકારોનો પણ ભંગ થયો છે.

પૂર્વ પત્નીને લેખિતમાં માફીનામું કોર્ટમાં રજૂ કરવાનો અને અખબારમાં પ્રકાશિત કરવાનો હુકમ આપવામાં આવે તેવી પણ માગણી કરી છે.