કેતનને ઝેર આપવું હતું પણ મળ્યુ ંનહિ, હત્યાની સોપારી પણ આપી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સિયા અને ચેતન દ્વારા કેતનની હત્યાના પ્લાનના વધુ પુરાવા મળ્યા
એક યુવતીની આત્મહત્યા બાદ સિંહગઢનું સ્પોટ નક્કી કર્યું ઃ પોલીસ પૂછપરછની ટ્રેનિંગ લેવા માટે જાપાનીઝ વિડીયો જોયા હતા
મુંબઈ - દેશના બહુચચત કેતન અગ્રવાલ હત્યા કેસમાં ચોંકાવનારી માહિતી મળી છે.જે કેતન હત્યા કેસના આરોપી સિયા અને ચેતન વિરુદ્ધ સૌથી મોટો પુરાવો બની શકે છે.આ હત્યા અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેમ કે શું સિયા અને ચેતને કેતનને મારવા માટે ધીમું ઝેર આપ્યું હતું? શું સિયા અને ચેતને કેતનને મારવા માટે કોઈ કોન્ટ્રાક્ટ કિલરનો સંપર્ક કર્યો હતો? શું કેતનની ધરપકડ પછી સિયા અને ચેતને પોલીસથી બચવા માટે જાપાનીઝ વીડિયોનો ઉપયોગ કર્યો હતો? શું સિયા અને ચેતનના ગુપ્ત લગ્ન કેતનના મૃત્યુ તરફ દોરી ગયા હતા?
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સિયા અને ચેતને કેતન સાથે લગ્ન નક્કી થયા પછી તરત જ તેની હત્યાનું કાવતરું ઘડવાનું શરૃ કર્યું હતું. શરૃઆતમાં તેમણે કેતનને સ્લો પોઈઝન આપીને મારી નાખવા અને તેને જીવનભર માટે વિકલાંગ કરવાનું કાવતરું ઘડયું હતું. બંનેએ આ માટે પ્રયાસ પણ કર્યો હતો.પરંતુ ઝેર મેળવી શક્યા નહોતા.
કેતનને મારવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો
પછી તેમણે કેતનની હત્યા માટે કોઈને કોન્ટ્રાક્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ આ પ્રયાસમાં સફળ રહ્યા હતા. તેમને એક એવો માણસ પણ મળ્યો જે હત્યા માટે કોન્ટ્રાકટ સ્વીકારવા માટે સંમત થયો હતો. જોકે આ શખ્સ પાછળથી ડરી ગયો અને હત્યા કરવાનો ઇનકાર કરી દીધો હતો. હવે આ શખ્સ સૌથી મહત્વપૂર્ણ સાક્ષી બની ગયો છે. પોલીસેઆ કથિત કોન્ટ્રાકટ કિલિંગ માટે જે હોટલમાં તે શખ્સને સિયા અને ચેતન મળ્યા હતા.ત્યાંથી સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે.
લોહગઢમાં હત્યાનો પ્લાન કેમ બનાવ્યો ?
કેતન હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે કેતનની હત્યાની તપાસમાં લોહગઢ કિલ્લામાં જ બનેલો એક કેસ બહાર આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે લોહગઢ હત્યા માટે સિયાના મનમાં વિચાર ૨૧ વર્ષીય એક યુવતીની આત્મહત્યાથી આવ્યો હતો.
એવું કહેવાય છે કે માર્ચ, ૨૦૨૫માં ૨૧ વર્ષીય વિદ્યાથનીએ તે જ જગ્યાએ આત્મહત્યા કરી હતી જ્યાં કેતનનું મૃત્યુ થયું હતું. સિયાએ આતમહત્યાના સમાચાર વાંચ્યા અને ચેતન સાથે મળીને હત્યાનું કાવતરું ઘડયું હતું.
સિયા જાણતી હતી કે કેતન એક ટ્રેકર છે, અને ટ્રેકિંગના બહાને તેને ત્યાં લલચાવવું સરળ રહેશે. વધુમાં ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નથી અને સામાન્ય દિવસે આ વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હોય છે. જેના કારણે હત્યાના કોઈ સાક્ષી હોવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. ચેતન અને સિયા ૩૧ મેના રોજ ત્યાં ગયા, રેકી કરી, સેલ્ફી અને વીડિયો લીધા હતા. પછી પ્લાન મુજબ હત્યાને અંજામ આપ્યો હતો.
પરંતુ હવે એક વર્ષ પછી પોલીસ આ છોકરીની આત્મહત્યાની તપાસ ફરીથી શરૃ કરી રહી છે કારણ કે તેમને શંકા છે કે આ કેસ હત્યાનો પણ હોઈ શકે છે.
પોલીસ તપાસથી બચવા માટે જાપાનીઝ વિડીયોઝ જોયા
ધરપકડ પછી પોલીસ પૂછપરછ દરમિયાન શાંત રહેવા અને પ્રતિક્રિયા આપવાનું શીખવા માટે સિયા અને ચેતને બે કલાક જાપાનીઝ વિડીઓઝ જોયા હતા.પોલીસ પાસે બંને વિડીઓઝની લિંક્સ પણ છે. જે સિયા અને ચેતનની વેબ હિસ્ટ્રીમાંથી મળી આવી છે.









