Mumbai

કરિશ્મા તન્ના ગુરુપૂર્ણીમાના દિવસે જ પુત્રની માતા બની

By GS Team
29 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ: ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના અને પતિ વરુણ બંગેરાના ઘરે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે 29 જુલાઈએ પુત્રનો જન્મ થયો છે. સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરતા દંપતીએ તેને સૌથી મોટો આશીર્વાદ ગણાવ્યો. ફેબ્રુઆરી 2022માં લગ્ન કરનાર કરિશ્માનું એપ્રિલમાં થયેલું મેટર્નિટી ફોટોશૂટ પણ વાયરલ થયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

કરિશ્મા તન્ના ગુરુપૂર્ણીમાના દિવસે જ પુત્રની માતા બની

કરિશ્મા, વરુણે સંતાન જન્મની જાહેરાત કરી

કરિશ્માએે ગત એપ્રિલમાં કરાવેલું  મેટર્નિટી ફોટોશૂટ વાયરલ બન્યું હતુંં                                                     

મુંબઇ - જાણીતી ટીવી એકટ્રેસ કરિશ્મા તન્ના અને તેના બિઝનેસમેન પતિ વરૃણ બનગેરાના ઘરે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ૨૯ જુલાઇએ પુત્રનો જન્મ થયો  હોવાની જાહેરાત સોશ્યલ મિડિયા દ્વારા કરવામાં આવી હતી. કરિશ્મા અને વરૃણે પોસ્ટમાં પુત્ર જન્મને તેમનો સૌથી મોટો  આશીર્વાદ ગણાવ્યો હતો.

કરિશ્મા અને વરૃણે ફેબુ્રઆરી ૨૦૨૨માં નજીકના પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. એપ્રિલમાં કરિશ્મા અને વરૃણે મેટર્નિટી ફોટોશૂટ કરાવી તેમની તસવીરો પણ સોશ્યલ મિડિયા પર મુકી સંતાનનો  જન્મ ઓગસ્ટમાં થવાની અટકળ કરી હતી.

જો કે પુત્રનો જન્મ ૨૯ જુલાઇએ જ થઇ ગયો હતો. કરિશ્મા અને વરૃણને ટીવી અને ફિલ્મ દુનિયામાંથી સહકળાકારોએ પ્રથમ સંતાનના જન્મ બદલ અભિનંદન પાઠવ્યા હતા.