Mumbai

કરણ જોહરે સોશિયલ મીડિયા ડિટોક્સની જાહેરાત કરી

By GS Team
28 Jan 20261 min read
કરણ જોહરે સોશિયલ મીડિયા ડિટોક્સની જાહેરાત કરી

પોસ્ટ કે સ્ક્રોલિંગથી પણ દૂર રહેશે

કરણની શૈલી પ્રમાણે આ પણ એક માર્કેટિંગ ગિમિક જ હોવાની માન્યતા

 મુંબઇ - કરણ જોહરે સોશિયલ મીડિયાથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેણે એક પોસ્ટમાં લખ્યું છે કે પોતે એક સપ્તાહ સુધી સોશિયલ મીડિયા પર કોઈ નવી પોસ્ટ કરશે નહિ, કોઈની પોસ્ટ શેર પણ નહીં કરે કે પછી કોઈ   સ્ક્રોલિંગ પણ નહીં કરે. 

કરણના જણાવ્યા અનુસાર તે સોશિયલ મીડિયા પર ચેટથી પણ દૂર રહેશે. જોકે, કરણે આ સોશિયલ મીડિયા ડિટોક્સનું કોઈ કારણ આપ્યું નથી. 

કરણની આ જાહેરાત અંગે જાત જાતના તર્ક થઈ રહ્યા છે. કેટલાક ચાહકોએ એવી કોમેન્ટ કરી હતી કે કરણ સતત ટ્રોલ થતો હોય છે એટલે તેણે કંટાળીને આ જાહેરાત કરી હોય તે શક્ય છે. જોકે, કેટલાક લોકોએ અનુમાન વ્યક્ત કર્યું હતું કે કરણ જોહર પોતાની ફિલ્મોના પ્રચાર માટે અવનવાં માર્કેટિંગ ગિમિક કરવા માટે જાણીતો છે. આ સોશિયલ મીડિયા ડિટોક્સ પણ કદાચ કોઈ માર્કેટિંગ ગિમિકનો ભાગ હોઈ શકે છે.