Mumbai

કંગનાએ જેન ઝી ગર્લ્સને ગટર જનરેશન ગણાવતાં ટ્રોલ થઈ

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: અભિનેત્રી કંગના રણૌતે 'જનરેશન ઝી'ની ભારતીય યુવતીઓને "ગટર જનરેશન" ગણાવતા વિવાદ સર્જાયો છે. કંગનાએ પશ્ચિમી જીવનશૈલી અપનાવતી યુવતીઓ પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું કે, આ યુવતીઓ ડ્રગ્સ-દારૂના નશામાં રહે છે અને સમાજને આપવા જેવું કશું નથી. નેટીઝન્સ કંગનાને ટ્રોલ કરી રહ્યા છે. કંગનાએ સાચી સ્વતંત્રતાને જવાબદારી સાથે જોડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કંગનાએ જેન ઝી ગર્લ્સને  ગટર જનરેશન ગણાવતાં ટ્રોલ થઈ

યુવતીઓ સ્વચ્છંદ જીવનશૈલી ઈચ્છે છે

પશ્ચિમી રંગે રંગાયેલી ભારતીય યુવતીઓ પાસે સમાજને આપવા જેવું કશું નથી                                              

મુંબઇ -  કંગના રણૌતે જનરેશન ઝીની ગર્લ્સને ગટર જનરેશન ગણાવતાં ભારે વિવાદ થયો છે.  નેટીઝન્સ કંગનાને ભારે ટ્રોલ કરી રહ્યા છે.

 કંગનાએ આ પોસ્ટમાં પશ્ચિમના રંગે રંગાયેલી ભારતીય યુવતીઓને નિશાન બનાવી જણાવ્યું હતું કે સાચી સ્વતંત્રતા જવાબદારી અને ઉત્તરદાયિત્વ સાથે આવે છે.ઘણી યુવતીઓ આજે સ્વતંત્ર મહિલાની જીવનશૈલી એ સ્વતંત્રતા રળ્યા વિના ભોગવવા માંગે છે. આ જીવનશૈલી સાથે આવતી જવાબદારીઓ લીધાં વિના તેમની નકલ કરતી હિન્દુ યુવતીઓના વર્તનની ટીકા કરતાં તેમને જનરેશન ગટર ગણાવી જણાવ્યું હતું કે આ યુવતીઓ પાસે સમાજને આપવા માટે કશું નથી. તેઓ ભણવામાં ધ્યાન આપવાને બદલે ડ્રગ્સ અને દારૃના નશામાં રાચવાને સ્વતંત્રતા ગણે છે અને તેમના માતાપિતાના પૈસે આ મોજ કરે છે.

કંગનાએ સાચી સ્વતંત્ર યુવતીની ઓળખ આપતાં જણાવ્યું હતું કે સાચી સ્વતંત્ર યુવતી બળવાખોર પસંદગી કરે છે, તેના અભિપ્રાય બોલ્ડ હોય છે અને તે તેના માતાપિતા કે પરિવાર પર બોજ બનવાને બદલે પોતાના પગલાંની જવાબદારી લેતી હોય છે.

 કંગનાએ અન્ય એક પોસ્ટમાં જંતરમંતર પર થયેલાં દેખાવોની ટીકા કરતા જણાવ્યું હતું કે જેન ઝી બકારી આવે તેવી ગંદી ભાષામાં વિરોધ કરે છે. મેં કદી આવી ભાષા સાંભળી નથી. તેમણે સમજવું જોઇએ કે જબ બોલતે હો તો સુનના ભી પડેગા.  કોણ તેમને જન્મ આપે છે અને કોણ તેમનો ઉછેર કરે છે તેવો સવાલ પણ કંગનાએ કર્યો હતો.