જુહી મહેતાની બીએમડબલ્યુ જપ્ત લાઈસન્સ પણ રદ્દ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રાફિક પોલીસ પર કાર ચલાવી દીધી હતી
પોલીસે આરટીઓને ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા માટે જાણ કરી
મુંબઈ - મુંબઈ ટ્રાફિક વિભાગ સાથે સંકળાયેલા એક કોન્સ્ટેબલને પોતાની વૈભવી કાર હેઠળ કચડી મારવાના પ્રયાસના આરોપોનો સામનો કરી રહેલ જુહી મહેતાની વૈભવી બીએમડબલ્યુ કાર જુહુ પોલીસે જપ્ત કરી હતી.
આ સાથે જ પોલીસે જુહી મહેતાનું ડ્રાઈવિંગ લાયસન્સ પણ રદ્દ કરવામાં આવે તેવી વિનંતી સંબંધિત આરટીઓ ઓફિસને કરી હોવાનું જાણવા મળ્યું છે.
વિલેપાર્લે (વે)માં સંગીત મહાભારતી જંકશન પર ૩૦ ઓક્ટોબરના રાત્રે બીએમડબલ્યુ અને વેગન આર કાર વચ્ચે થયેલી ટક્કર બાદ આ સમગ્ર ઘટના બની હતી. આ પ્રકરણે જુહુ પોલીસે જુહીની ધરપકડ કરી હતી. કોર્ટે તેમને રોકડ જામીન પર મુક્ત કર્યા હતા.
જુહી મહેતા એક ડિજિટલ મીડિયા કંપનીના સીઈઓ છે. ૩૦ ઓક્ટોબરના રોજ રાત્રે લગભગ ૮.૩૦ વાગ્યે વિલેપાર્લે વેસ્ટના એન.એસ. રોડ પર પ્રતિક્ષા બંગલા સામે સંગીત મહાભારતી જંકશન પાસે એક બીએમડબલ્યુ કાર અને મારુતિ વેગનઆર વચ્ચે ટક્કર થઈ હતી. તે વખતે ટ્રાફિક મેનેજ કરતા કોન્સ્ટેબલ પ્રશાંત હાકે સાથે બોલાચાલી બાદ જુહી મહેતાએ તેને કચડી મારવા પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.
આ બાબતે ટ્રાફિક વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનર સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હેઠળ જરૃરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.




