૪૫ લાખ વાહનો સાથે મુંબઈ આવવાની જરાંગે પાટીલની સરકારને ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મરાઠા આરક્ષણ માટે અંતરવાળી સરાટી ખાતે ફરી ઉપવાસ શરૃ
માંગણીઓ નહીં સંતોષાય તો વર્ષા સુધી આંદોલન લઈ જવાની જાહેરાત
મુંબઈ - મરાઠા આરક્ષણ સહિતની વિવિધ માંગણીઓને લઈને મનોજ જરાંગે પાટીલ ફરી એક વખત મેદાનમાં ઉતર્યા છે. જાલના જિલ્લાના અંતરવાળી સરાટી ખાતે ૨૯ ઓગસ્ટથી તેમણે ફરી અનિશ્ચિત ઉપવાસ શરૃ કર્યો છે. તેમના સમર્થનમાં મરાઠવાડા ઉપરાંત પશ્ચિમ મહારાષ્ટ્ર અને રાજ્યના અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મરાઠા સમાજના લોકો પહોંચી રહ્યા છે.
જરાંગે પાટીલે સરકારને સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન મુંબઈ સુધી લઈ જવામાં આવશે. તેમણે મુંબઈમાં ૪૫ લાખ વાહનો સાથે આવવાની તૈયારી હોવાનું જણાવ્યું છે. વર્ષા ખાતે વિરોધ કરવાની પણ તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે.
જરાંગે પાટીલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર જાણીજોઈને મુદ્દો લંબાવવાનો આક્ષેપ કર્યો છે. એકનાથ શિંદે પર પણ આડકતરી રીતે સરકારને સહયોગ કરવાનો આરોપ તેમણે મૂક્યો છે. જોકે, આ આરોપો જરાંગે પાટીલના પોતાના નિવેદનો છે.
તેમણે કહ્યું કે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ માંગણીઓ સ્વીકારાયા વિના આંદોલન પાછું ખેંચવામાં નહીં આવે. સરકાર વધુ રક્તપાત ન કરે તેવી અપી
જરાંગે પાટીલના સમર્થનમાં છત્રપતિ સંભાજીનગર જિલ્લાના સિલ્લોડ તાલુકાના કેરહાલા ફાટા ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. તેના કારણે છત્રપતિ સંભાજીનગર-જલગાંવ હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો અને વાહનોની લાંબી કતારો લાગી હતી.
આ સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ સમર્થકો અંતરવાળી સરાટી તરફ આગળ વધી રહ્યા છે. કેટલીક જગ્યાએ રસ્તા રોકો જેવા વિરોધ કાર્યક્રમો શરૃ થતાં આંદોલન રાજ્યવ્યાપી સ્વરૃપ ધારણ કરે તેવી શક્યતા ઊભી થઈ છે.
મરાઠા આરક્ષણ માટે જરાંગે પાટીલ અગાઉ પણ અનેક વખત ઉપવાસ અને આંદોલન કરી ચૂક્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૩માં અંતરવાળી સરાટી ખાતે તેમનો ૧૭ દિવસનો ઉપવાસ થયો હતો. ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૩માં પણ તેમણે ઉપવાસ કર્યો હતો. જાન્યુઆરી ૨૦૨૪માં તેઓ સમર્થકો સાથે મુંબઈ પહોંચ્યા હતા.
ઓગસ્ટ ૨૦૨૫માં પણ જરાંગે પાટીલે મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિત ઉપવાસ શરૃ કર્યો હતો. તે સમયે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સમર્થકો મુંબઈ પહોંચતાં શહેરના ટ્રાફિક પર પણ અસર પડી હતી.
હવે એક વર્ષમાં ફરી શરૃ થયેલા આ નવા આંદોલન અને મુંબઈમાં ૪૫ લાખ વાહનો સાથે આવવાની ચેતવણીથી રાજ્ય સરકાર સામે મોટો પડકાર ઊભો થયો છે.




