Mumbai

પાલિકાની ચૂંટણી જાન્યુઆરીના બદલે ફેબુ્રઆરીના પ્રથમ અઠવાડિયામાં યોજાવાના સંકેતો

By GS TEAM
30 Nov 20252 mins read
પાલિકાની ચૂંટણી જાન્યુઆરીના બદલે ફેબુ્રઆરીના પ્રથમ અઠવાડિયામાં યોજાવાના સંકેતો

ધોરણ 12 અને ધોરણ 10 ની પરીક્ષાઓ શરૃ થાય તે પહેલા .....

સુપ્રીમ કોર્ટની સુનાવણીને કારણે ચૂંટણી કાર્યક્રમ પહેલાથી જ બે અઠવાડિયા વિલંબિત થઈ ગયો છે

મુંબઈ - સુપ્રીમ કોર્ટે ૩૧ જાન્યુઆરી,૨૦૨૬ સુધીમાં તમામ સ્થાનિક  સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાનો નિર્દેશ આપ્યો હોવા છતાં, રાજ્ય ચૂંટણી પંચ સમયમર્યાદા વધારવા માટે કામ કરી રહ્યું છે. રાજ્યની ધોરણ ૧૨ અને ધોરણ ૧૦ ની પરીક્ષાઓ ફેબ્આરીમાં શરૃ થતી હોવાથી, રાજ્ય ચૂંટણી પંચ તે પહેલાં ચૂંટણીઓ યોજવાનો પ્રયાસ કરી રહ્યુંછે   સૌથી  મોટી અને શ્રીમંત  તરીકે ઓળખાતી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ ક્યારે યોજાશે તેના પર સામાન્ય જનતા તેમજ રાજકીય વર્તુળનું  ધ્યાન કેન્દ્રિત છે.

  રાજ્યના ચૂંટણી પંચના એક અધિકારીએ  ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે સુનાવણીને કારણે ચૂંટણી કાર્યક્રમ પહેલાથી જ બે અઠવાડિયા વિલંબિત થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેને પૂર્ણ કરવા માટે નક્કી કરવામાં આવેલી સમયમર્યાદા લંબાવવા માટે પ્રાથમિક ચર્ચા ચાલી રહી છે. એટલે કે મહાનગરપાલિકાની ચૂંટણીઓ ફેબ્આરી મહિનાની શરૃઆતમાં થાય એવી પ્રબળ શક્યતા છે.

 હકીકતમાં ઓબીસી અનામતના મુદ્દાને કારણે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોડી પડી હતી. શુક્રવારે સુપ્રીમ કોર્ટના નિર્દેશથી ૫૦ ટકા અનામત મર્યાદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માર્ગ મોકળો થયો છે .  આ બધી કાનૂની કાર્યવાહીને કારણે ચૂંટણીના સમયપત્રકમાં બે અઠવાડિયાનો વિલંબ થયો છે.

 પાલિકાઓની મતદાર યાદીઓનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે અને ૨૩ ડિસેમ્બરે અંતિમ વોર્ડવાર મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે. એવા સંકેતો છે કે પાલિકાની ચૂંટણીઓ થોડી મુલતવી રાખવી પડશે કારણ કે તે પહેલાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીઓ યોજવાની જરૃર છે.

 બીજી તરફ, રાજ્યમાં ધોરણ ૧૨ ની પરીક્ષાઓ ૧૦ ફેબ્આરીથી શરૃ થઈ રહી છે, અને તે પહેલાં ચૂંટણીઓ યોજાવાની છે. તે પછી, ધોરણ ૧૦ ની પરીક્ષાઓ પણ શરૃ થશે, અને જો તે પછી ચૂંટણીઓ યોજાશે, તો તે સીધી એપ્રિલ અથવા મે મહિનામાં થવાનું જોખમ છે. તેથી જ, આ બધા સંજોગોને ધ્યાનમાં લેતા રાજ્ય ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટને ચૂંટણીઓ યોજવાની સમયમર્યાદા એકથી વધુમાં વધુ બે અઠવાડિયા લંબાવવાની વિનંતી કરવાનું વિચારી રહ્યું છે . તે મુજબ, ફેબ્આરીની શરૃઆતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની પ્રબળ શક્યતા છે.