57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ઇન્ડિયન પેનોરમાનું ઉદ્ઘાટન ધુરંધર ફિલ્મથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોવામાં ૨૦થી ૨૮નવેમ્બર સુધી ફિલ્મોત્સવ યોજાશે
ફિલ્મોત્સવના બ્રિક્સ વિભાગનું ઉદ્ઘાટન રણબીર કપૂરની ફિલ્મ રામાયણ દર્શાવી કરવામાં આવશે
ગોવા - ગોવામાં ૨૦થી ૨૮ નવેમ્બર દરમ્યાન યોજાનારા ભારતના ૫૭માં આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ઇન્ડિયન પેનોરમાના ઉદ્ઘાટન માટે રણવીરસિંહની ધુરંધર ફિલ્મની અને બ્રિકસ વિભાગના ઉદ્ઘાટન માટે રણબીર કપૂરની રામાયણ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેરાલા સ્ટોરી ટુને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ફિલ્મોત્સવની ઉદ્ઘાટક ફિલ્મ તરીકે ફાધરલેન્ડ નામની જર્મન ફિલ્મને પસંદ કરવામાં આવી છે, જેમાં નોબેલ પારિતોષિક વિજેતા સાહિત્યકાર થોમસ માન તેમની પુત્રી એરિકા સાથે ૧૯૪૯માં વિભાજીત જર્મનીનો પ્રવાસ કરે છે. કાન ફિલ્મોત્સવ ૨૦૨૬માં આ ફિલ્મના નિર્દેશક પાવેલ પાવલિકોવસ્કીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
આ ફિલ્મોત્સવમાં બે નવા વિભાગો એનિમેશન અને ફિલ્મ અબાઉટ ફિલ્મ્સ શરૃ કરવામાં આવ્યા છે. પાર્ટનર કન્ટ્રી રશિયાની ચાર ફિલ્મ દર્શાવવામાં આવશ જ્યારે કન્ટ્રી ઓફ ઓનર સ્પેનની પણ ચાર ફિલ્મો દર્શાવવામાં આવશે, જેમાં પેદ્રો અલ્મોદાવારની નવી ફિલ્મ બિટર ક્રિસમસનો સમાવેશ થાય છે.




