Mumbai

મુંબઈમાં પણ હવે કટિંગ ચાનો ભાવ વધીને ૧૫ રુપિયા

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ખાંડના ભાવ વધતા હવે કટિંગ ચા મોંઘી બની છે. મહારાષ્ટ્ર ટી-કોફી એસોસિએશને નિર્ણય કર્યો છે કે કટિંગ ચાનો ભાવ 15 રૂપિયા કરાશે. એક કપમાં 10 ગ્રામ ખાંડનો ખર્ચ 45 પૈસાથી વધીને 80 પૈસા થયો છે. મુંબઈમાં 2500 સભ્યો ધરાવતું આ એસોસિએશન ભાવવધારા અંગે પુનર્વિચાર પણ કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં પણ હવે કટિંગ ચાનો ભાવ વધીને ૧૫ રુપિયા

મહારાષ્ટ્ર ટી-કોફી એસો.નો ઠરાવ

એક કપમાં ૧૦ ગ્રામ ખાંડને ખર્ચ ૪૫ પૈસાથી વધીને ૮૦ પૈસા થયો

મુંબઈ - સાકરના ભાવ વધીને આસમાને જતા હવે કટિંગ ચાની કિંમત પણ વધારીને ૧૫ રૃપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં ટી- કોફી એસોસીએશનની યોજાયેલી મીટિંગમાં સાકર મોંઘી થવાને પગલે કટિંગ ચાનો દર વધારીને ૧૫ રૃપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભવિષ્યમાં ખાંડની કિંમત ઘટશે અને ચાનો ઉત્પાદન ખર્ચ ઓછો થશે તો કટિંગ ચાના વધારેલા દર બાબત પુનર્વિચાર કરવામાં આવશે એવું એસોસીએશને જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં ટી- કોફી એસોસીએશનના ૬ હજાર સભ્યો છે અને મુંબઈમાં સંભ્ય સંખ્યા ૨૫૦૦ની છે. એસોસીએશને એવી ચોખવટ કરી છે કે ૧૫ રૃપિયાનો દર બધે બંધનકારક નથી, આ એક સ્ટાન્ડર્ડ કે રેફરન્સ દર છે. દુકાનોનું ભાડું, ગુણવત્તા, ગ્રાહકવર્ગ અને સર્વિસ અનુસાર જુદા જુદા વિસ્તારમાં વધુ કે ઓછા હોઈ શકે છે. એકદમ પોશ હોટેલ કે સ્ટાર હોટેલમાં ચાની કિંમત ૨૦૦થી ૩૦૦ હોઈ શકે છે.

થોડા વખત પહેલાં રિટેલમાં ૪૨થી ૪૫ રૃપિયે કિલો સાકર વેંચાતી હતી, જ્યારે આજે દર વધીને ૭૫થી ૮૦ રૃપિયા પર પહોંચી ગયો છે. આમ લગભગ ૬૭થી ૭૮ ટકા દર વધારો થવો છે.

ચાના એક કપમાં સામાન્ય રીતે ૧૦ ગ્રામ સાકર વપરાતી જેનો ખર્ચ પહેલાં ૪૫ પૈસા આવતો જ્યારે સાકર મોંઘી થવા પછી આ ખર્ચ ૮૦ પૈસા થઈ ગયો છે. દિવસમાં ૫૦૦ કપ ચાનું વેચાણ કરતા વિક્રેતાને રોજ ૧૭૫ રૃપિયાનો વધારાનો ફટકો સહન કરવો પડે છે, આમ મહિને ૫,૨૫૦ રૃપિયાનો અતિરિક્ત બોજો સહન કરવો પડશે એવું એસોસીએશનનું કહેવું  છે.