વૃક્ષો જાળવો નહિ તો ભાવિ પેઢી માટે હોસ્પિટલો બાંધવી પડશેઃ હાઈકોર્ટ

વૃક્ષો ફરતે કોંક્રિટ દૂર કરવાની
અરજીમાં ટકોર
ઉદ્યાન વિભાગ મુંબઈમાં છે કે કન્યાકુમારીમાં ? બે વર્ષ
પૂર્વે કોર્ટે આપેલા આદેશના અમલ માટે વધુ સમય માગતાં મુંબઈ અને થાણે મનપા
બંનેની ઝાટકણી
મુંબઈ
- વૃક્ષોના મહત્ત્વ કોઈને
કહેવાની જરૃર નથી પણ વૃક્ષ સંવર્ધન બાબતે કાયદા અને કોર્ટના આદેશનો અમલ હજી કાગળ
પર જ હોવાનું જણાવીને હાઈકોર્ટે વૃક્ષોની ફરતે સિમેન્ટ અને કોંક્રીટીકરણ દૂર કરાયા હોવાના મુંબઈ અને થાણે મહાપાલિકાના દાવાની
ઝાટકણી કાઢી હતી. આ મુદ્દે અરજી કરવા પાછળ સૌનું હિત છે અને વૃક્ષોના સંવર્ધન
બાબતે આવી જ બેદરકારી રખાશે તો ભાવિ પેઢી માટે મોટા પ્રમાણમાં હોસ્પિટલો બાંધવાનો
સમય આવશે, એવી કઠોર ભાષામાં કોર્ટે બંને મહાપલિકાને ખખડાવી
હતી.
સિમેન્ટ અને કોંક્રિટીકરણને લીધે વૃક્ષો પડવાનું જોખમ અને પર્યાવરણની હાનિ
પ્રત્યે ચિંતા વ્યક્ત કરતી જનહિત અરજીની સુનાવણી
વખતે ઉક્ત ટિપ્પણી કરવામાં આવી હતી. મુંબઈ અને થાણે મહાપાલિકાએ બે વર્ષ પૂર્વે વૃક્ષ
ફરતે કોંક્રિટીકરણ દૂર કરાયાના કરેલા દાવાની ચકાસણી અને અહેવાલ રજૂ કરવાનો અરજદારને
આદેશ આપ્યો હતો. પાલિકા ઉદ્યાન અને રસ્તા વિભાગના અધિકારી સાથે જઈને ચકાસણી કરવા કોર્ટે
આદેશમાં સ્પષ્ટ કર્યું હતું.
મુંબઈના વૃક્ષોની ફરતે કોંક્રિટીકરણ કરાયું હોવાના પ્રત્યક્ષ વૃક્ષો અને પાલિકાએ દાવો કરેલા વૃક્ષોની સંખ્યા
વચ્ચે ફરક હોવાનું મહાપાલિકાના
સોગંદનામાનો દાખલો આપીને કોર્ટને જણાવાયું હતું.
કોર્ટના અગાઉના આદેશના અમલ માટે
સમય માગ્યા બાદ કોર્ટે બંને પાલિકા દ્વારા કરાયેલા દાવાને લઈ નારાજગી
વ્યક્ત કરી હતી. અરજદારને દાવાની ચકાસણી કરવા ૧૬ જૂને થાણે મહાપાલિકા અને પચ્ચીસમી
જૂને મુંબઈના વૃક્ષોની ચકાસણીનો આદેશ કોર્ટે આપ્યો છે.
કોર્ટે વૃક્ષોફરતે સિમેન્ટ કોંક્રિટીકરણ દૂરકરવા, વૃક્ષોની
ગણતરી કરવા અને દેખભાળ કરવા જીઓમેપિંગ કરવાના આદેશ આપ્યા હતા. બંને મહાપાલિકાએ
તેનો અમલ ક ર્યો નથી, એમ અરજીમાં કોર્ટને જણાવાયું હતું.
મુંબઈ મહાપાલિકા તરફથી જવાબ નોંધાવવા સમય માગતાં અને ઉદ્યાન સહિત રસ્તા વિભાગનો પણ
સહભાગ જરૃરી હોવાનું સમજાવવા પ્રયાસ કરતાં કોર્ટે તેમને ફટકાર લગાવી હતી.
બે વર્ષ પૂર્વે આદેશ આપ્યો હતો ત્યારે પુરતો સમય હતો દરેક વખતે સમય કેમ
જોઈએ છે. ઉદ્યાન વિભાગ મુંબઈમાં છે કે
કન્યાકુમારીમાં? એવા શબ્દમાં કોર્ટે પાલિકાને ખખડાવી હતી. કર્તવ્ય
બજાવવામાં ઢીલ કરો છો. ઉદ્યાન અને રસ્તા વિભાગ મહાપાલિકા કમિશનરના નિયંત્રણમાં નથી?
તમારી દલીલ કર્તવ્ય પ્રત્યે નિષ્ફળતા દર્શાવતી હોવાની પણ
કોર્ટે ટીકા કરી હતી.









