રામંદિરમાં ચોરીમાં મારી ભૂલ નથી, હું રાજીનામું નહિ આપું ઃ કોષાધ્યક્ષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચંપતરાય બેદરકાર રહ્યા, ૩ કરોડની ચોરીનો અંદાજ
સ્ટેટ બેન્કે કર્મચારીઓની ભરતીમાં સાવધ રહેવાની જરુર હતીઃ દાનપેટીની રોકડ જ ચોરાઈ છે, ચઢાવાની ચીજો નહિઃ ગોવિંદદેવગીરી મહારાજ
મુંબઈ - અયોધ્યાના રામ- મંદિરમાં લાખોની કથિત દાન-ચોરી મામલે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગિરી મહારાજે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. તેમણે બચાવમાં કહ્યું હતું કે આ સમગ્ર મામલામાં અંગત રીતે મારી કોઇ ભૂલ થઇ હોય એવું મને લાગતું નથી.
પુણેમાં આજે મીડિયાને તેમણે કહ્યું હતું કે કથિત દાનચોરીના કેસમાં જેલની ધરપકડ થઇ છે એ બધા જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ છે. એટલે બેન્કના ઉચ્ચ અધિકારીઓએ તેમને આ જવાબદારીભર્યું કામ સોંપતા પહેલા તેમની લાયકાત તપાસવાની અને વધુ સાવધ રહેવાની જરૃર હતી. તેઓ કોઈ સાધુપુરુષ કે તપસ્વી તો છે નહિ , બેન્ક અધિકારીઓએ વધુ સજાગ રહેવુું જોઈતું હતું.
રામમંદિરમાં અંદાજે કેટલી રકમની દાનચોરી થઇ હશે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે અંગત રીતે મારૃં માનવું છે કે લગભગ ત્રણ કરોડની ચોરી થઇ હતી. પરંતુ આ કોઇ સત્તાવાર આંકડો નથી.
સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઇટી) તરફથી આગળ વધી રહેલી તપાસની કામગીરીને સંતોષકારક ગણાવતા કોષાધ્યક્ષે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલત સમગ્ર મામલા પર નજર રાખી રહી છે. બાકી દાન-ચોરીના મામલે મેં પદ છોડવાનો નિર્ણય લીધો છે એવાં વહેતા થયેલા અહેવાલ બદઇરાદાપૂર્ણ છે.હું રાજીનામું આપીશ એવું મેં ક્યારેય નથી કહ્યું હું છત્રપતી શિવાજી મહારાજનો અનુયાયી છું, હું મેદાન છોડીને ભાગી જાઉ એમાંનો નથી.
ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયના રાજીનામા બાબત મહારાજે કહ્યું હતું કે તેમણે સ્વેચ્છાએ પદત્યાગ કર્યો હતો. ટ્રસ્ટના બંધારણ મુજબ કોઇ પદાધિકારી રાજીનામું ધરે ત્યારે એ સ્વીકારવું જ પડે છે.
ચંપતરાયને બલિનો બકરો બનાવવામાં આવ્યા એ વાત સાથે સંમત ન થતા મહારાજે કહ્યું હતું કે રાયની બેદરકારી એમને નડી, રાજીનામું આપ્યું એ પહેલાં જ તેમને આ વાતનો અહેસાસ થઇ ગયો હતો.
તેમણે કહ્યુ હતું કે મારી ફરજ ટ્રસ્ટના ભંડોળની રકમ બેન્કમાં ડિપોઝીટ કરવામાં આવે તેના ઉપર નજર રાખવાની છે. પાંચ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ નિયમિત રીતે બેન્કના ખાતાની તપાસ કરતા હોય છે દાનચોરીના મામલામાં દાનપેટીઓમાં જમા થતી રકમ ઉપર હાથ મારવામાં આવ્યો હતો, ટ્રસ્ટની રકમ બેન્કમાં જમા કરવામાં આવી હતી એમાંથી ચોરી થઇ નહોતી એવી તેમણે સ્પષ્ટતા કરી હતી.
રામ મંદિરમાં સોના-ચાંદીના ચઢાવાનો ક્યાંય પત્તો નથી લાગતો એવાં આક્ષેપને નકારતા મહારાજે કહ્યું હતું કે ૧૪૦૦ કરોડના ચઢાવાની ચોરીનો આક્ષેપ ખોટો છે. ટ્રસ્ટ તરફથી પ્રભુચરણે ધરવામાં આવેલી ૨,૯૨૬ કિંમની ચીજોની .યાદી જાહેર કરવામાં આવી છે અને દાતાઓને પણ અપીલ કરી છે કે તમે આપેલા દાનની કિંમતી ચીજો સલામત છે કે નહીં. બાકી અત્યારે એસઆઇટીની તપાસ ચાલું હોવાથી ટ્રસ્ટ તરફથી કોઇ વ્હાઈટ પેપર બહાર પાડવામાં નહીં આવે.









