Mumbai

પુત્રને માતાપિતાનો ફલેટ ખાલી કરી દેવાના આદેશને હાઈકોર્ટની બહાલી

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
બોમ્બે હાઈકોર્ટે પુત્રને તેના વરિષ્ઠ નાગરિક માતા-પિતાના ફ્લેટમાંથી કાઢી મૂકવાના આદેશને સમર્થન આપ્યું છે. કોર્ટે જણાવ્યું કે, માતા-પિતા ભરણપોષણની અરજી ન કરે કે એક જ ઘરમાં ન રહે તો પણ તેમને મિલકતના ભોગવટાનો સંપૂર્ણ અધિકાર છે. પુત્રનો માલિકી હક્ક કોર્ટમાં બાકી હોવાથી, વરિષ્ઠ નાગરિકોને તેમની મિલકતનો ઉપયોગ કરવાથી વંચિત રાખી શકાય નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

પુત્રને માતાપિતાનો ફલેટ ખાલી કરી દેવાના આદેશને હાઈકોર્ટની બહાલી

માલિકી હક્ક અંગે કોર્ટનો નિર્ણય બાકી હોવાનું નોંધી  ચુકાદો

માતાપિતાએ ભરણપોષણની અરજી ન કરી હોય તો પણ તેમને મિલ્કતના ભોગવટાનો સંપૂર્ણ અધિકાર

મુંબઈ - બોમ્બે હાઈ કોર્ટે એક પુત્રને  તેના વરિષ્ઠ નાગરિક માતાપિતાના ફ્લેટમાંથી બહાર કાઢવાના આદેશને સમર્થન આપ્યું છેે . આદેશમાં માતાપિતાને યોગ્ય માલિક ગણાવ્યા છે અને ઠેરવ્યું છે કે વરિષ્ઠ નાગરિકને સામાન્ય જીવનને અસર કરે એ રીતે તેમની મિલકતના વપરાશ, વ્યવસાય અથવા લાભદાયી આનંદથી વંચિત રાખી શકાય નહીં. ભલે માતાપિતાએ ભરણપોષણ માટે અરજી ન કરી હોય કે તેઓ એક જ ઘરમાં ન રહેતા હોય તો પણ તેમને પોતાના ઘરમાં શાંતિપૂર્ણ રીતે રહેવા તથા મિલકત ભોગવવાનો અધિકાર છે એમ હાઈકોર્ટે ઠેરવ્યું હતું.

માતાપિતાની મિલકતમાંથી બેદખલ કરવાના આદેશને પડકારતી પુત્રની અરજીની સુનાવણીમાં કોર્ટે જણાવ્યું હતુંકે માતાપિતા માલિક છે. પુત્રના કથિત માલિકી હક્કનો હજી નિર્ણય લેવાયો નથી. જ્યાં સુધી સક્ષમ સિવિલ કોર્ટ દ્વારા અધિકારની ઘોષણા થાય નહીં ત્યાં સુધી ફક્ત દાવો કરવાથી વરિષ્ઠ નાગરિકને કાયદા હેઠળ તેમના રહેઠાણ અને મિલકતનું રક્ષણ મેળવવાના અધિકારને  અવગણી શકાય નહીં.

કાયદાકીય સંરક્ષણ માત્ર એવા કિસ્સા સુધી સિમિત નથી જ્યાં બંને પક્ષ એક જ ફ્લેટમાં રહેતા હોય. પ્રશ્ન અ ેછે કે વરિષ્ઠ નાગરિકોને સામાન્ય જીવનને અસર કરતી રીતે મિલકતનો વપરાશથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, એમ આદેશમાં જણાવ્યું હતું.

ચુકાદામાં નોંધવામાં આવ્યું છે કે પુત્ર દ્વારા ફ્લેટ પર સતત કબજો, ભાડું અને નાણાકીય જરૃરિયાતો નહીં ચૂકવવા અંગેની વરિષ્ઠ નાગરિકોની ફરિયાદ ઓથોરિટીને દાવા પર વિચાર કરવા માટે  પૂરતી વિગતો પૂરી પાડે છે.

માતાપિતાએ સપ્ટેમ્બર ૨૦૧૫માં એક મિલકત અરજદાર પુત્રને પૂછ્યા વિના વેચી નાખતાં વિવાદ થયો હતો. ખરીદદારે અરજદાર અને તેની પત્નીને જગ્યા ખાલી કરવા ધમકાવ્યા હતા . જેને લીધે સિવિલ કેસ કરવો પડયો હતો. અને માતાપિતા, ભાઈ અને અન્યો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

દરમ્યાન માતાપિતાએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ)નો સપર્ક કર્યો હતો. મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન્સ એકટ હેઠળ મિલકતના કબજાને લઈ રાહત માગી હતી.એસડીએમે અરજી ફગાવતાં માતાપિતાએ એડિશનલ કલેક્ટર પાસે અપીલ કરી હતી અને આદેશ રદ કરાયો હતો. આથી પુત્રે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.