પત્નીની પવિત્ર ફરજોના ઉપદેશ બદલ ફેમિલી કોર્ટની હાઈકોર્ટ દ્વારા ઝાટકણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોર્ટો અવલોકન કરતી વખતે સાવચેત રહે, અપ્રસ્તુત ટિપ્પણીઓ ટાળે
લગ્ન સંબંધ અંગે રુઢિચુસ્ત વિચારણસરણી તથા ગેરમાન્યતાઓને પ્રોત્સાહન બદલ ટીકા કરી
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં પુણે ફેમિલી કોર્ટના પતિ પ્રત્યે પત્નીની કહેવાતી 'પવિત્ર ફરજો' પર ઉપદેશ આપવા અને સગીર પુત્રની કસ્ટડી તેના પિતાને સોંપવાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે ન્યાયાધીશોએ અવલોકનો કરતી વખતે સાવચેત રહેવું જોઈએ અને કોઈપણ બિનજરૃરી અથવા અપ્રસ્તુત ટિપ્પણીઓ ટાળવી જોઈએ.
ફેમિલી કોર્ટના ન્યાયાધીશ ગણેશ ઘુલેએ ૧૬ મેના રોજ એક આદેશ પસાર કર્યો હતો, જેમાં સગીર છોકરાની કસ્ટડી તેના પિતાને સોંપવામાં આવી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે જો કોઈ સ્ત્રી તેના પતિ પ્રત્યેની આ પવિત્ર ફરજો પૂર્ણ કરતી નથી, તો તેના બાળકનું ભવિષ્ય તેની સાથે અસુરક્ષિત છે.
આ કેસમાં, મહિલાએ ન્યાયાધીશ ભારતી ડાંગરે અને ન્યાયાધીશ આશિષ ચવ્હાણની ડિવિઝન બેન્ચમાં અરજી દાખલ કરી હતી જેમાં તેમની સામે કરવામાં આવેલા અવલોકનો અને તારણોને પડકારવામાં આવ્યા હતા. વાંધાજનક આદેશનો અભ્યાસ કર્યા પછી, બેન્ચે ન્યાયાધીશની વૈવાહિક સંબંધો વિશે 'રૃઢિચુસ્ત વિચારસરણી' અને 'ગેરમાન્યતાઓ'ને પ્રોત્સાહન આપવા બદલ ટીકા કરી હતી.
ન્યાયાધીશોએ તેમના પહેલી સપ્ટેમ્બરના આદેશમાં ફેમિલી કોર્ટની એવી ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો કે માતાએ પિતા સામે દરેક સ્તરે અસંખ્ય મુકદ્દમા દાખલ કર્યા છે, જે દર્શાવે છે કે તે ભૌતિક સંપત્તિ માટે ખૂબ જ લડી રહી છે. તેથી, ન્યાયાધીશ માને છે કે માતાની કસ્ટડીમાં બાળકનું ભવિષ્ય સારું નથી. આ નિષ્કર્ષ ફક્ત અટકળો પર જ નહીં પરંતુ પૂર્વધારણા પર પણ આધારિત છે કે ફક્ત એક માતાપિતા બીજા વિરુદ્ધ દાવો દાખલ કરે છે, તેથી તેઓ બાળકની કસ્ટડી મેળવવા માટે અયોગ્ય છે. એવી પણ ટિપ્પણી કરવામાં આવી છે કે માતા ભૂલી ગઈ છે કે પિતા બાળકના જૈવિક પિતા છે અને તેમણે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી કે તે તેની સાથે સમાધાન કરવા તૈયાર છે, પરંતુ ફક્ત નોંધપાત્ર નાણાકીય સહાયની અપેક્ષા રાખે છે. ખૂબ જ ચિંતાજનક છે કે ફેમિલી કોર્ટના ન્યાયાધીશે ઉપદેશ આપવાનું શરૃ કર્યું અને, એક પત્નીના તેના પતિ પ્રત્યેના કહેવાતા કર્તવ્યોના આધારે, ટિપ્પણી કરી કે પિતા સાથે રહેવું બાળકના શ્રેષ્ઠ હિતમાં રહેશે.
જસ્ટિસ ચવ્હાણ દ્વારા લખાયેલા આદેશમાં ફેમિલી કોર્ટ દ્વારા માતા વિશે ઉપયોગમાં લેવાતી 'કહેવતો' અને તેમને પરિવારની 'પુત્રવધૂ' કહીને કરવામાં આવતી રૃઢિગત ટિપ્પણીઓ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
બેન્ચે કહ્યું, વિરોધાભાસી અવલોકનો દર્શાવે છે કે ફેમિલી કોર્ટના ન્યાયાધીશે પોતાના વિચારો, ધારણાઓ, વૈવાહિક સંબંધો અને માનવ વર્તન વિશેના રૃઢિપ્રયોગો પર તેમના નિષ્કર્ષો આધારિત કર્યા છે. તેમણે સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરવાનું છે કે બે માતાપિતામાંથી કોણ બાળકની વચગાળાની કસ્ટડી માટે વધુ યોગ્ય છે, શું બાળકની કસ્ટડી એક માતાપિતાથી બીજા માતાપિતાને ટ્રાન્સફર કરવામાં કોઈ તાકીદ છે. સૌથી અગત્યનું, તેમણે કેસના રેકોર્ડના આારે સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરવાનું છે કે શું વચગાળાની કસ્ટડીનો આદેશ બાળકના શ્રેષ્ઠ હિત અને કલ્યાણમાં છે.આ અવલોકનો સાથે, બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો અને સગીર બાળકની માતાને કસ્ટડી આપી. જોકે, તને પિતાને બાળક સાથે મળવા દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.




