જરાંગના મોરચાની મુંબઈ કૂચ અટકાવવા હાઈકોર્ટનો ઈનકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ ફરી થંભી જશે એવી આશંકાને આધારે આદેશ આપી શકાય નહીં
રાજ્ય સરકાર સંભવિત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સંભાળવા સક્ષમ ઃ હાઈકોર્ટ
મુંબઈ- બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરંગેના મુંબઈ ભણી આવનારા પ્રસ્તાવિત મોરચા પર કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર કોઈપણ સંભવિત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સંભાળવા સક્ષમ છે.
મુખ્ય ન્યાયાધીશ એમસી ત્રિપાઠી અને ન્યાયાધીશ અદ્વૈત સેઠનાની બેન્ચે જણાવ્યું હતું કે તે ફક્ત આશંકાના આધારે પ્રતિબંધક આદેશ પસાર કરી શકે નહીં કે ગયા વર્ષની જેમ જરાંગેની ભૂખ હડતાળને કારણે દક્ષિણ મુંબઈ સ્થગિત થઈ ગયું હતી તેમ ફરીથી થઈ જશે.
આપણે એક લોકશાહી દેશમાં છીએ,એમ હાઈકોર્ટે જણાવ્યું હતું અને સરકારને નિર્દેશ આપ્યો હતો કે જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામમાં નવેસરથી ભૂખ હડતાળ પર રહેલા જરાંગેને જરૃર પડયે તબીબી સહાય મળે.
રાજ્ય સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ અને તેમની સાથે વાત કરવી જોઈએ. આ તબક્કે આપણે દખલ કરી શકતા નથી. જ્યારે પરિસ્થિતિ ઊભી થશે ત્યારે આપણે જોઈશું,એમ કોર્ટે કહ્યું હતું.
એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ કોર્ટને જણાવ્યું હતું કે સરકારને જરાંગે તરફથી મુંબઈમાં વિરોધ પ્રદર્શન માટે પરવાનગી માંગતી કોઈ અરજી મળી નથી.
કોર્ટ શહેરના રહેવાસીઓ નિલેશ દહાણુકર અને રાજેશ દળવી દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં જરંગે અને તેમના હજારો સમર્થકો દ્વારા મુંબઈ તરફ પ્રસ્તાવિત કૂચને રોકવા માટે હસ્તક્ષેપની માંગ કરવામાં આવી હતી.
રાજ્ય તંત્ર આવી પરિસ્થિતિઓને સંભાળવા સક્ષમ છે, એમ હાઈકોર્ટે સરકાર અને જરાંગેને અરજીના જવાબો માંગતી નોટિસ જારી કરતી વખતે જણાવ્યું હતું.
મરાઠા સમુદાય માટે નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માંગ કરી રહેલા જરાંગેએ ગુરુવારે કહ્યું હતું કે મુંબઈ તરફ તેમની કૂચ નિશ્ચિત છે, અને ૧૨ સપ્ટેમ્બરે તેમના સમર્થકો તેમના વર્તમાન વિરોધ સ્થળ પર એકઠા થયા પછી તારીખની જાહેરાત કરવામાં આવશે.




