રાહુલ ગાંધી સામે ૨૦૧૯માં જારી સમન્સ રદ કરવા હાઈકોર્ટનો ઈનકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પીએમ સામે બદનક્ષીભરી ટિપ્પણીનો કેસ થયો હતો
સુનાવણી મુલતવી રાખવાનો વચગાળાનો આદેશ છ સપ્તાહ માટે લંબાવાયો
મુંબઈ - વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે કથિત બદનક્ષી ભરી ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ૨૦૧૯માં થયેલી ફરિયાદ સંબંધે જારી કરાયેલા સમન્સ રદ કરવાનો બોમ્બે હાઈકોર્ટે ઈનકાર કર્યો છે.
ન્યા. બોરકરે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ સામેની ગાંધીની અરજી ફગાવી હતી પણ માનહાનિની ફરિયાદ પર સુનાવણી મુલતવી રાખવા નીચલી કોર્ટને આપેલા અગાઉના નિર્દેશને છ સપ્તાહ માટે લંબાવ્યો છે. આથી રાહુલ ગાંધીએ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાની જરૃર રહેશે નહીં.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવા માટે મુદત લંબાવવાની માગ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં કોઈ ખામી નહોવાથી દખલ કરવાનું કારણ નથી એમ નોંધીને અરજી ફગાવાઈ હતી.
ટિપ્પણી વ્યક્તિ વિરુદ્ધ હતી રાજકીય પક્ષ વિરુદ્ધ નહીં આથી ફરિયાદી પીડિત પક્ષ ગણાય નહીં એવી ગાંધીની દલીલ કોર્ટે સ્વીકારી નહોતી. વડા પ્રધાન ભાજપનો અગ્રણી ચહેરો છે અને તેમના વિરુદ્ધની ટિપ્પણી પક્ષના સભ્યોને અસર કરવામાં અક્ષમ હોવાનું કહી શકાય નહીં.
કોર્ટના આદેશ બાદ ગાંધીના વકિલે ૨૦૨૧માં આપેલો વચગાળાનો આદેશ અઆઠ સપ્તાહ માટે લંબાવવામાં આવે જેથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય. કોર્ટે છ સપ્તાહ માટે આદેશ લંબાવ્યો હતો.
રાજસ્થાનમાં ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૮ના ભાષણમાં રાહુલ ગાંધીએ વડા પ્રધાનની માનહાનિ કરી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો.




