કરણ જોહર પાસેથી ૭૯ કરોડની જીએસટી ડિમાન્ડ હાઈકોર્ટ દ્વારા રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સિનેમેટોગ્રાફિક ફિલ્મ એ સોફ્ટવેર ન ગણાય
ડિજિટલ લિંક્સ અથવા હાર્ડ ડિસ્ક દ્વારા વિતરણથી તેને આઈટી સોફ્ટવેર ગણવાની દલીલ ફગાવાઈ
મુંબઈ - સિનેમેટોગ્રાફિક ફિલ્મ જીએસટી કાયદા હેઠળ આઇટી સોફ્ટવેર નથી, ભલે તે ડિજિટલ લિંક અથવા હાર્ડ ડિસ્ક દ્વારા ડિલિવર કરવામાં આવે એમ ઠેરવી બોમ્બે હાઈકોર્ટે કરણ જોહરની બે પ્રોડક્શન કંપનીઓ પાસેથી રૃ. ૭૯.૭ કરોડથી વધુની જીએસટીની માગણીને ફગાવી હતી.
જસ્ટિસ એમએસ કણક અને સંદેશ પાટીલની બેન્ચે જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ૧૦ સપ્ટેમ્બરના રોજ ચુકાદો આપતાં કહ્યું હતું કે ડિલિવરીની પદ્ધતિના આધારે વર્ગીકરણ કરી શકાય નહીં. સિનેમેટોગ્રાફિક ફિલ્મ ઈન્ફર્મેશન ટેકનોલોજીની વ્યાખ્યા પ્રમાણે એક સોફટવેર હોવાના કોઈ પુવારા નથી. તેને હાર્ડ ડિસ્ક દ્વારા ટ્રાન્સફર અને પ્રસારિત કરી શકાય તેથી તે સોફ્ટવેર સમકક્ષ બનતી નથી.
રાજ્યના કર વિભાગે ડિજિટલ લિંક્સ દ્વારા ફિલ્મ સામગ્રીની હેરફેરથી તે આઈટી સોફ્ટવેર સમકક્ષ ગણાય તેમ કહી
ે સવસિસ એકાઉન્ટિંગ કોડ (એસએસી) ૯૯૮૩૪૦ પ્રમાણે ૧૮ ટકા જીએસટી લેખે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૨૦-૨૧ વચ્ચેના સમયગાળા માટે રૃ. ૭૯.૭ કરોડની કર માંગણી કરી હતી.
જોકે ધર્મા પ્રોડક્શને દલીલ કરી હતી કે તેમની સિનેમેટોગ્રાફિક ફિલ્મોમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સનું લાઈસન્સ આપે છે. એસએસી ૯૯૭૩૩૨ હેઠળ તેના પર સંબંધિત સમયગાળા દરમિયાન ૧૨ ટકા જીએસટી જ લાગે છે.




