Mumbai

ઓસીઆઈ કાર્ડધારકની ગતિવિધિઓ સરકાર નિયંત્રિત કરી શકે

By GS Team
16 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ: ભારતમાં ડ્યુઅલ સિટિઝનશીપ માન્ય નથી, પરંતુ વિદેશી નાગરિકત્વ ધરાવતા ભારતીયોને OCI કાર્ડ મળે છે. આવા કાર્ડધારકો ભારતમાં ગમે તેટલી વાર અવરજવર કરી શકે છે, પરંતુ તેમને મતદાન કે ચૂંટણી લડવાનો અધિકાર નથી. પત્રકારત્વ કે સંશોધન જેવી પ્રવૃત્તિઓ માટે તેમને વિશેષ પરવાનગી લેવી પડે છે. સરકારે ઇમિગ્રેશન એક્ટ, 2025 હેઠળ OCI કાર્ડધારકોની ગતિવિધિઓ નિયંત્રિત કરવાનો અધિકાર રાખ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓસીઆઈ કાર્ડધારકની ગતિવિધિઓ સરકાર નિયંત્રિત કરી શકે

મુંબઈ -  ભારતમાં   ડયુઅલ સિટિઝિનશિપને મંજૂરી નથી પરંતુ વિદેશી  નાગરિક હોય તેવા ભારતીયોને ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા કાર્ડ અપાય છે.  આ કાર્ડ ધરાવનારા ભારતીયો ગમે તેટલીવાર ભારત અવરજવર કરી શકે અને અહીં લાંબા સમય માટે રહી શકે પરંતુ તેમને મતદાન કરવાનો કે ચૂંટણી લડવાનો અધિકાર નથી. આ કાર્ડધારકોને મળતા હક્કો જોકે અબાધિત પણ નથી. જેમકે તેમણે પત્રકારત્વ કે સંશોધન જેવી  પ્રવૃત્તિ  કરવી હોય તો  વિશેષ પરવાનગી લેવી  પડે છે.

ભારતનું બંધારણ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપે છે પરંતુ તે ફક્ત ભારતીય નાગરિકો માટે  જ છે. વિદેશી નાગરિકોને તેનો અધિકાર નથી.  ઈમીગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, ૨૦૨૫માં કોઈ વિદેશી  ભારતીય રાજકીય રેલીમાં ભાગ લઈ શકે કે નહીં તે સ્પષ્ટ કહેવાયું નથી. પરંતુ આ એકટ અનુસાર  સરકાર ભારત આવતા વિદેશી નાગરિક ભારતીયોની ગતિવિધિઓને નિયંત્રિત ચોક્કસ કરી શકે છે. સરકાર તેમના પ્રવેશ પર પણ અંકુશ લાદી શકે છે  અને ભારતમાં તેમનો રહેવાનો સમયગાળો પણ નિયંત્રિત કરી શકે છે.