લગ્નનો ઈનકાર કરતાં પ્રેમિકાની બોયફ્રેન્ડ દ્વારા ભર રસ્તે હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એરપોર્ટ ગાર્ડ યુવતીને નેરુલ રેલવે સ્ટેશન પાસે છરીના ઘા માર્યા
કોવિડ વખતે હોસ્પિટલમાં સાથે હતા ત્યારે પ્રેમ થયો, જોકે બાદમાં પ્રેમમિકાએ યુવક સામે પોલીસ ફરિયાદો પણ કરી હતી
મુંબઇ - નવી મુંબઇમાં રેલવે સ્ટેશન નજીક એક ૨૭ વર્ષીય ઇ-કોમર્સ ડિલિવરી વર્કરે તેની ભૂતપૂર્વ પ્રેમિકાએ લગ્નનો પ્રસ્તાવ નકાર્યા બાદ તેની છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. ચાકુના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી ૨૧ વર્ષીય પ્રેમિકાનુંબીજા દિવસે સાયન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૃતકની ઓળખ સાદિયા ઝહિર શેખ (૨૧) તરીકે કરવામાં આવી છે. સાદિયા નવી મુંબઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (એનએનઆઇએ) ખાતે ખાનગી સુરક્ષા સ્ટાફ તરીકે કામ કરતી હતી. આ ઘટના બન્યા બાદ પોલીસે આરોપી દાનિશ મોહમ્મદ અંસારી (૨૭)ની ધરપકડ કરી હતી.
આ બ ાબતે પ્રાપ્ત વધુ વિગતાનુસાર આ ઘટના ૨૦ ઓકટોબરના રોજ સવારે પોણા સાત વાગ્યે નેરુળ રેલવે સ્ટેશન બહાર એક બસ સ્ટોપ પાસે બની હતી. આરોપી અન્સારી કથિત રીતે જીટીબી નગરથી શેખનો પીછો કરતો હતો. મૃતક સાદિયા કામ પર જવા નીકળી હતી અને જ્યારે તે એરપોર્ટ જવા માટે બસ સ્ટોપ પર પહોંચી ત્યારે અન્સારીએ તેને લગ્ન માટે કથિત ઇન્કાર કરવા બદ્દલ તેની સાથે દલીલો કરી હતી. આ દલીલો બાદ વિવાદ વકર્યો હતો જેમાં આરોપી અન્સારીએ છરી બહાર કાઢી સાદિયાના ગળા, છાતી, પેટ અને પીઠમાં અનેક ઘા કર્યા હતા અને ત્યાર બાદ ત્યાંથી ભાગી છૂટયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાદિયા અને અંસારી બન્ને વડાલાના એન્ટોપ હિલ વિસ્તારમાં રહેવાસી હતા. આ બન્ને ૨૦૨૧માં કોવિડના રોગચાળા દરમિયાન જ્યારે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેઓ સંપર્કમાં આવ્યા હતા. અને કથિત રીતે બન્ને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. જોકે સાદિયાએ પાછળતી અન્સારીના લગ્નનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. અહેવાલો અનુસાર લગ્ન પ્રસ્તાવ નકાર્યા બાદ બન્ને વચ્ચે થયેલા ઝઘડા બાદ સાદિયાએ જૂન મહિનામાં અને ૧૪ ઓકટોબરના રોજ અંસારી વિરૃદ્ધ બિન-દખલપાત્ર (એમસી) ફરિયાદો પણ લખાવી હતી.
હુમલા બાદ ત્યાં હાજર લોકો ઘાયલ સાદિયાને પ્રથમ નવી મુંબઇ પાલિકાની મીનાતાઇ ઠાકરે હોસ્પિટલમાં લઇ ગયા હતા પછી તેને વાશીની પાલિકાની બીજી હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવી હતી. અહીં તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યા હતું. જોકે તેની ઇજાઓ ગંભીર હોવાથી તેને સાયન હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ મામલે પોલીસે પ્રથમ હત્યાના પ્રયાસનો અને ત્યાર બાદ આઇપીસીની કલમ ૧૦૩(૧) હેઠળ હત્યાનો ગુનો નોધ્યો હતો દરમિયાન પોલીસે અંસારીના મોબાઇલ ફોનને ટ્રેક કરી તેની ઘણસોલીથી ધરપકડ કરી હતી.૨૭




