અંધેરીમાં બાઈક સ્લીપ થયા બાદ બેસ્ટ બસ હેઠળ કચડાતાં યુવતીનું મોત

બાઈક
ચાલકે અચાનક બ્રેક મારતાં યુવતી ગબડી પડી
બસ ચાલકને તો જાણ જ ન હતી કે યુવતી ટાયર હેઠળ
કચડાઈ છેઃ બેદરકારીપૂર્વક બાઈક ચલાવનારા
ચાલકની ધરપકડ
મુંબઈ
- મુંબઈનાં પશ્ચિમી પરા અંધેરીમાં
મંગળવારે સાંજે બનેલા એક અકસ્માતમાં બાઈક
પરથી પટકાયેલી યુવતી બેસ્ટ બસના પાછળના વ્હીલ હેઠળ આવી જવાથી
ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
એક
ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી
૨૬ વર્ષીય આયેશા સલમાની સાંજે સાત
વાગ્યા આસપાસ ઓફિસેથી બહાર નીકળ્યા બાદ મૃતક તેના એક સહકર્મી ૨૮ વર્ષીય આશુતોષ
સિંહ ની બાઈક પર પાછળ બેઠી હતી. તેઓ જ્યારે સાકીનાકાથી આગળ મરોલ- મરોશી રોડ પર
આવ્યા ત્યારે બાઈક ચલાવતી વખતે એક રાહદારીએ અચાનક રસ્તો ક્રોસ કરતાં આશુતોષ સિંહે અચાનક બ્રેક લગાવતા તેણે બાઈક પરનો કાબૂ
ગુમાવ્યો હતો. તેના કારણે આયેશા રસ્તાની
એક બાજુએ પટકાઈ હતી. બરાબર આ જ સમયે પાછળ આવતી બેસ્ટ બસનુ ંટાયર તેના પર ફરી
વળ્યું હતું.
બીજી
તરફ બાઈક ચાલક આશુતોષ સિંહ નજીવી ઈજાઓ સાથે ઉગરી ગયો હતો.
બસ
ડ્રાઈવરને કન્ડકરટે કહ્યા બાદ કોઈ યુવતી
ટાયર નીચે આવી ગઈ છે તેવી જાણ થઈ હતી.
સીસીવીટી
ફૂટેજ તથા નજરે જોનારા સાક્ષીઓનાં નિવેદન બાદ એમઆઈડીસી પોલીસે આયેશાના પિતાની ફરિયાદના
આધારે આશુતોષ સિંહ સામે ભારતીય ન્યાય સંહિતાની
કલમ ૧૦૬ (૧) (બેદરકારીથી મૃત્યુ) ૧૨૫ (બી) અન્યોના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં
મૂકવું અને ૨૮૧ (બેફામ વાહન ચલાવવા) હેઠળ એફઆઈઆર નોંધી તેની ધરપકડ કરી હતી.









