ગેંગરેપનો આરોપી શૈલેષ પાટીલ આઈપીએસ તથા નેતાઓનો વહીવટદાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રોકડની હેરફેર, બેનાની પ્રોપર્ટી સોદાના આઈટીમાં રેકોર્ડ
અનેક નેતાઓ તથા આઈપીએસ અધિકારીઓના ભેદ જાણતો હોવાથી શૈલેષ તથા તેના સાગરીત ભાજપના માજી ધારાસભ્ય નરેન્દ્ર પવારની ધરપકડમાં વિલંબની આશંકાઓ
મુંબઈ - ગેંગરેપ કેસમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવાર સાથે ફરાર બરતરફ કરાયેલા પોલીસ કર્મચારી શૈલેષ પાટીલનું નામ આવકવેરા (આઇટી) વિભાગના રેકોર્ડ્સમાં નોંધાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આઇટી વિભાગના રેકોર્ડ્સ મુજબ પાટીલ રોકડની હિલચાલ, ખંડણીની પ્રવૃત્તિઓ અને બેનામી રિવલ એસ્ટેટ વ્યવહારોમાં સંડાોવાયેલો હોવાનું જણાવ્યું છે. જેના ઘણા વરિષ્ઠ આઇપીએસ-રેન્કના પોલીસ અધિકારીઓ, અમલદારો અને રાજકીય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ માહિતી રેકોર્ડથી પરિચિત એક તપાસકર્તાએ આપી હતી. આ બાબતે રેકોર્ડ્સ અનુસાર પાટીલ પોલીસ અધિકારીઓ, રાજકીય વ્યક્તિઓ અને ઉદ્યોગપતિ સાથે સંકળાયેલા કથિત બેનામી નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા છે.
રેકોર્ડ્સથી પરિચિત સેન્ટ્રલ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર તપાસમાં પાટીલને એક કથિત વચેટિયા તરીકે ઓળખવામાં આવ્યો હતો. જેણે ગેરકાયદે વ્યવસાયિક કામગીરી અને ગેરકાયદે વસૂલીમાંથી મેળવેલી કથિત રકમ એકત્રિત કરી જણાવેલ સ્થળે ખસેડી હતી. ત્યારબાદ આ ભંડોળને બેનામી રહેણાંક/જમીન હોલ્ડિંગ્સમાં રોકવામાં આવ્યું હતું. પછીથી તેને બેમાથી વાણિજિયક મિલકતો અને વરિષ્ઠ આઇપીએસ સ્તરના અધિકારીઓ અને અમલદારો સાથે જોડાયેલી કોર્પોરેટ સંસ્થાઓ/ કંપનીઓમાં વ્યવસ્થિત રીતે ટ્રાન્સફર કરવામાં/ વાળવામાં આવ્યું હતું.
આ બાબતના રેકોર્ડ્સમાં ઉલ્લેખિત કેટલાક વરિષ્ઠ આઇપીએસ-રેન્કના પોલીસ અધિકારીઓ માટે મહારાષ્ટ્ર પોલીસ મુખ્યાલયમાં તૈનાત છે. જ્યારે અન્ય કેટલાક મુખ્ય હોદ્દાઓ પર ફરજ બજાવી રહ્યા છે. એવું કહેવાય છે કે અમૂક તો મહારાષ્ટ્રના વિવિધ શહેરમાં કમિશનર તરીકે અથવા વિવિધ જિલ્લાઓમાં તૈનાત છે. ઘટનાક્રમથી પરિચિત સૂત્રોએ સંકેત આપ્યો છે કે ટેક્સ ડોઝિયર્સમાં નામ આપવામાં આવેલા ઘણા વરિષ્ઠ અધિકારીઓ આગામી વહીવટી ટ્રાન્સ્ફર માટે રાજ્યની યાદીમાં છે.
મુંબઇ અને નાસિકમાં રાજકીય રીતે જોડાયેલા એક બિલ્ડરના વાણિજિયક પરિસરમાં થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી તપાસ દરમિયાન સેંકડો કરોડ રૃપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન આઇટી વિભાગને અમૂક દસ્તાવેજો મળ્યા હતા જેમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની વિગતો મળી આવી તી. જેમાં પાટીલ અને પોલીસ અને વહીવટી ઉચ્ચ હોદ્દા ધરાવતા વ્યક્તિઓની એન્ટ્રીઓનો સમાવેશ થતો હતો. તપાસ દરમિયાન બિલ્ડર અને તેના અધિકારીઓ સહિત પરિસરમાં હાજર લોકોના ખાતા અને અન્યોની પૂછપરછથી કથિત રીતે ખુલાસો થયો હતો કે કેવી રીતે પોલી-નોકરશાહ એ ગેરકાયદે રોકડ, ખંડણી અને અન્ય સિન્ડિકેટથી મેળવેલ ભંડોળને રિયલ એસ્ટેટ અને રાજકીયધિરાણ માધ્યમો દ્વારા કાયદેસર મૂડી હોલ્ડિંગસમાં રૃપાંતરિત કર્યાં હતા.




