Mumbai

કલ્યાણમાં મોબાઈલ ટોર્ચના અજવાળે અંતિમ સંસ્કાર

By GS Team
25 Feb 20261 min read
કલ્યાણમાં મોબાઈલ ટોર્ચના અજવાળે અંતિમ સંસ્કાર

ચક્કીનાકા સ્મશાનમાં લાઈટનાં ધાંધિયા

કર્મચારીના અભાવે ડાઘુઓ જાતે જ વખારમાંથી લાકડાં લાવી ગોઠવે છે

મુંબઈ - કલ્યાણના ચક્કીનાકા સ્મશાનભૂમિમાં લાઈટના ધાંધિયાને લીધે રાતના સમયે મોબાઈલની ટોર્ચ લાઈટના અજવાળે અંતિમ સંસ્કાર કરવા પડે છે. અધૂરમાં પૂરૃં આ સ્મશાનમાં સુરક્ષા રક્ષક કે કોઈ કર્મચારી હાજર ન હોય ત્યારે ડાઘુઓએ જ વખારમાંથી લાકડાં લાવીને ચિતામાં ગોઠવવા પડે છે.

કલ્યાણ  પૂર્વના એક રહેવાસીએ આપવિતી જણાવતા કહ્યું હતું કે અમે એક ઓળખીતાના મૃતદેહને રાતને સમયે સ્મશાને લઈ ગયા. એ વખતે  સ્મશાનની અંદર લાઈટના ફક્ત બે જ થાંભલા છે. એમાં પણ એક લાઈટ તો સતતદ ચાલુ-બંધ થતી હોય છે અને બીજી લાઈટનોે પ્રકાશ જ્યાં ચિતા છે ત્યાં સુધી પહોંચતો જ નથી. એટલે અમે બધાએ મોબાઈલની ટોર્ચ ઓન કરીને પછી અગ્નિસંસ્કાર કરવા પડયાં હતા.

કલ્યાણ પૂર્વમાં વિઠ્ઠલવાડીની સ્મશાનભૂમિ છે પરંતુ તે બહુ દૂર પડે છે. બીજું સ્મશાન કલ્યાણ પશ્ચિમના  બેલબજારમાં આવેલું છે. પરંતુ પબર્વ ભાગમાંથી ઠેઠ પશ્ચિમમાં જવાનું આઘું અને અધરૃં પડે છે એટલે પૂર્વના  રહેવાસીઓએચક્કીનાકા સ્મશાનની હાલત સુધારવાની પાલિકાને અપીલ કરી છે.

ચક્કી નાકા સ્મશાનની અંદર જ બાળકો માટેની દફનભૂમિ છે. પરંતુ દેખભાળના અભાવે ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. ત્યાં પ્લાસ્ટિક અને કચરો પણ ઠલવાય છે. આ જગ્યા દફન યોગ્ય કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.