ઠગાઈના કેસમાં લાઈફ ઈન્શ્યો.ના ભૂતપૂર્વ અધિકારીને 2 વર્ષની જેલ

શેરબજારમાં
ઉંચા વળતરની લાલચ આપી ઠગાઈ
રિટેલ
વ્યાવસાયિકો અને સહકર્મીએ સાથે રૃ.૩.૫૧
કરોડની છેતરપિંડી
મુંબઈ - શેર બજારમાં ઊંચું
વળતર અપાવવાની લાલચ આપીને રૃ.૩.૫૧ કરોડથી વધુની છેતરપિંડી કરવાના કેસમાં થાણેની
વિશેષ કોર્ટે લાઈફ ઈન્શ્યોરન્સના ૪૬ વર્ષના ભૂતપૂર્વ મેનેજરને બે વર્ષની સખત જેલની
સજા સંભળાવી છે.
મહારાષ્ટ્ર
પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટક્સ (એમપીઆઈડી) એક્ટ હેઠળની વિશેષ કોર્ટે આરોપી
રવિકિરણ જોશીને કસૂરવાર ઠેરવીને બે વર્ષની
જેલ અને રૃ. એક લાખના દંડની સજા ફટકારી હતી.
અગ્રણી
લાઈફ ઈન્શ્યોરર તરીકે કામ કરતી વખતે ૨૦૧૫ અને ૨૦૨૧ દરમ્યાન વ્યાવસાયિકો અને
સહકર્મીઓને શેરમાર્કેટના રોકાણ પર ૧૦થી ૧૫ ટકા માસિક વળતરનું વચન આપ્યું હતું.
મુખ્ય
ફરિયાદી સ્થાનિક મોબાઈલ રિટેલ સ્ટોરના મેનેજર સાથે રૃ.૧.૩૮ કરોડની ઠગાઈ કરવામાં
અવી હતી. કોર્પોરેટ સ્ટાફ માટે વિતરણના બહાને ઉધાર લીધેલા ૧૨૦ અદ્યતન સ્માર્ટફોન
લઈને આ ઠગાઈ કરી હતી. અન્ય રોકાણકારો સાથે પણ જંગી રકમની ઠગાઈ કર્યાનું ફરિયાદી
પક્ષે જણાવ્યું હતું.
ફરિયાદી
પક્ષે આરોપો પુરવાર કર્યા હોવાનું નોંધીને કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ જનતાના
મહેનતના પૈસાને શેર બજારમાં રોકવાને બદલે અંગત સ્વાર્થ માટે વાળી દીધા હતા.




