Mumbai

કોલાબાના માટીના મેદાનને ટર્ફમાંં ફેરવવા સામે ફૂટબોલરોનો વિરોધ

By GS Team
22 Feb 20262 mins read
કોલાબાના માટીના મેદાનને ટર્ફમાંં ફેરવવા સામે ફૂટબોલરોનો વિરોધ

રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓને જન્મ આપનારા

ટર્ફ બાંધવાથી મેદાનના ક્ષેત્રનું કદ ઘટશે અને ટર્ફનેે લીધે ઈજા પણ  થવાની દલીલ સાથે પાલિકામાં ફરિયાદ

મુંબઈ- કોલાબા-કફ પરેડના સેંકડો ફૂટબોલ ખેલાડીઓ અને તેમના કોચે સ્થાનિક જનતાની ઈચ્છા વિરુદ્ધ માટીના સ્તરવાળા રિક્રિએશન ગ્રાઉન્ડ (આરજી)ને કૃત્રિમ ઘાસ (ટર્ફ)માં ફેરવી નાખવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે.

કોલાબા બેઝ ગાર્ડન (સબીના ંદ્રશેખર ગ્રાઉન્ડ) બચાવો સમિતિ કૂપરેજની બાજુમાં આવેલા આ મેદાનમાં આવી હતી. અહીં કોન્ટ્રેક્ટર દ્વારા ચાલી રહેલા ખોદકામને અટકાવવા દબાણ કર્યું હતું. કોન્ટ્રેક્ટરે કોલાબા પોલીસમાં ફરિયાદ કરી હતી અને પોલીસે સમિતિના સભ્યોને સમજૂતી માટે બોલાવ્યા હતા.

સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે બીએમસીની પરવાનગી પત્રમાં કલમ ૧૧ તરફ ધ્યાન દોર્યું હતુ જે અનુસાર આ સ્થળે કોઈ બાંધકામ કરી શકાતું નથી.ટર્ફ બાંધવાથી મેદાનના ક્ષેત્રનું કદ ઘટશે, જેના લીધે દરેક ટીમનું કદ પ્રતિ સાઈડ ૧૧થી ઘટીને છ થઈ જશે. કાદવમાં પડવાની સરખામણીમાં ટર્ફનેે લીધે ઈજા પણ થાય છે, હોસ્પિટલના બિલ કોણ આપશે?

રાજ્ય વિધાનસભાના સ્પીકર ધારાસભ્ય રાહુલ નાર્વેકરના ભાઈ ત્રણ વખત સ્થાનિક ભાજપ કોર્પોરેટર રહેલા  મકરંદ અને રચના નાર્વેકર આ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે.  તેમના જણાવ્યા મુજબ આ વાંધો ઉરાદાપૂર્વક અને ચોક્કસ લોકો દ્વારા ઉઠાવાયો છે અને રાજકીય મુદ્દો બનાવાઈ રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં એસ્ટ્રોટર્પ એક્સેસ ચૂકવવામાં આવે છે, જ્યારે આ સંપૂર્ણ મફત રહેશે. બીએમસી તેનો ઉપયોગ કરવા ચાર્જ લેશે નહીં.

પાલિકા અધિકારીએ જણાવ્યું હતું કે બધી પરવાનગીઓ મળી ગઈ છે કોઈ ગેરકાયદે કામ કરાયું નહોવાનું તમણે જણાવ્યું હતું. 

ફૂટબોલકરોના જણાવ્યા અનુસાર ખેલાડીઓ કે રહેવાસીઓની સલાહ લેવામાં આવી નથી. રાષ્ટ્રીય સ્તરના ફૂટબોલરોને જન્મ આપ્યો છે એવા માટીના મેદાનને ટર્ફ બદલી નાખશે. મોટી મેચો માટે પ્રેક્ટિસ કરવા અમારી એકમાત્ર સુવિધા છે. એવોર્ડમાં ફરિયાદ કરી છે કે બાંધકામ સૌંદરીકરણના આદેશનું પણ ઉલ્લંઘન કરે છે.