Mumbai

બીકેસી સ્થિત એમસીએ સહિતની ક્લબોમાં ફૂડ લાયસન્સ સસ્પેન્ડ, રેસ્ટોરાં સેવાઓ ઠપ્પ

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં FDAએ અસ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે આવેલી મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ની સુવિધાનું ફૂડ બિઝનેસ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું છે. આ કાર્યવાહીના પગલે, MCA માં ખાદ્ય અને પીણાંની તમામ સેવાઓ બંધ કરી દેવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બીકેસી સ્થિત એમસીએ સહિતની ક્લબોમાં ફૂડ લાયસન્સ સસ્પેન્ડ, રેસ્ટોરાં  સેવાઓ ઠપ્પ

મુંબઈમાં એફડીએની બેધડક કાર્યવાહી

અસ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ દંડાત્મક કાર્યવાહી

મુંબઈ -    મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ કરી છે. ગઈકાલે રેડિયો ક્લબ, સ્ટેટસ અને મેકડોનાલ્ડ્સ પર  દરોડા પાડયા બાદ લાયસન્સ રદ કર્યા હતા ત્યારબાદ આજે એફડીએ દ્વારા મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે આવેલી મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ની સુવિધાનું ફૂડ બિઝનેસ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

 આ કડક કાર્યવાહીના પગલે સુવિધામાં આવેલી તમામ રેસ્ટોરાં અને ખાદ્ય-પીણાં ની સેવાઓ આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે.

 તમામ સેવાઓ ઠપ્પ થતાં એમસીએ એ પોતાના સભ્યોને મેસેજ મોકલીને જાણ કરી હતી કે કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે ખાદ્ય અને પીણાંની સેવાઓ બંધ કરવામાં આવી છે.

    જોકે, તેણે  સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણયથી રમતગમતની પ્રવૃત્તિઓ પર કોઈ અસર નહીં પડે. જીમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ, લાન ટેનિસ, સ્ક્વોશ, પિકલબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને બિલિયર્ડ્સ જેવી રમતગમતની સુવિધાઓ પૂર્વવત કાર્યરત રહેશે. સંસ્થાએ પડેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરીને સભ્યો પાસે સહકારની અપીલ કરી છે.

 એફડીએ દ્વારા મુંબઈમાં નિયમોનો ભંગ કરતી જાણીતી સંસ્થાઓ સામે દંડાત્મક ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ કાર્યવાહીના એક દિવસ અગાઉ જ એફડીએ દ્વારા દરોડા પાડીનેદ બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરાયું હતું.ખાર જીમખાનાનું રજિસ્ટ્રેશન સટફિકેટ રદ કરવામાં આવ્યું હતું.સ્ટેટસ રેસ્ટોરન્ટ અને કોલાબા સ્થિત મેકડોનાલ્ડ્સ સામે પણ નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરીને લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા.

 એફડીએના આક્રમક વલણને કારણે મુંબઈની અન્ય હાઈ-પ્રોફાઈલ ક્લબો અને પ્રખ્યાત ઈટીંગ જોઈન્ટ્સમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.