Mumbai

ચર્ચગેટ ઈનકમટેક્સ બિલ્ડિંગમાં આગઃ અનેક લોકોનો બચાવ

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈના ચર્ચગેટ સ્થિત આયકર ભવનના બેઝમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સેન્ટ્રલ ACને કારણે ધુમાડો આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડે 8 ફાયર એન્જિન સાથે પહોંચી, સીડી અને બારીઓ વાટે 15થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. રેકોર્ડ સહિત લાખોની સામગ્રી ખાખ થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ચર્ચગેટ ઈનકમટેક્સ બિલ્ડિંગમાં આગઃ અનેક લોકોનો બચાવ

બેઝમેન્ટમાં આગ, સેન્ટ્રલી એસીને લીધે આખી બિલ્ડિંગમાં ધૂમાડો

છત પર જતા રહેલા તથા ઓફિસોમાં ફસાયેલા લોકોને બારીઓમાંથી તથા સીડી વાટે નીચે ઉતારાયાઃ રેકોર્ડ સહિત અન્ય સામગ્રી ખાક

મુંબઈ - દક્ષિણ  મુંબઈમાં ચર્ચગેટમાં મહર્ષિ કર્વે રોડ પર આવેલી સાત માળની ઇનકમટેક્સની ઓફિસ આયકર ભવનના બેઝમેન્ટમાં સોમવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી.  ફાયર બ્રિગેડના જવાનોએ ખાસ સીડીની મદદથી ઈમારતમાં ફસાયેલા લોકોને બારી વાટે બહાર કાઢ્યા હતા.

ઇનકમટેક્સવિભાગની વિવિધ ઓફિસો ઉપરાંત સીબીઆઈ અને એક સહકારી બેંકની ઓફિસ   પણ ધરાવતી બિલ્ડિંગના બેઝમેન્ટમાં બપોરે લગભગ બે વાગ્યે આગ લાગી હતી. સેન્ટ્રલ એર-કન્ડીશનીંગ સીસ્ટમને કારણે ધુમાડો ઝડપથી ફેલાઈ ગયો હતો અને ફાયરબ્રિગેડના જવાનોએ ધુમાડો બહાર નીકળે તે માટે બારીઓના કાચ તોડી નાખ્યા હતા.

ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર પહેલા બીજા અને ત્રીજા માળેથી ૧૫થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા અને સુરક્ષિત રીતે ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવામાં આવ્યા હતા. બીજા પાંચથી છ લોકોને  વિશાળ સીડીનો ઉપયોગ કરીને પહેલા માળથી બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ટેરેસ પર આશરો લેનારા આઠ લોકોને વિશિષ્ઠ ટર્નટબલ સીડીની મદદથી નીચે લાવવામાં આવ્યા હતા.

 આગની તીવ્રતા જોતાં મુંબઈ ફાયર બ્રિગેડે બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યે આગને લેવલ-ટુની આગ જાહેર કરી હતી, જે વધુ ગંભીર ઘટના સૂચવે છે. ઓછામાં ઓછા આઠ ફાયર એન્જિન અને અન્ય ઘણા અગ્નિશામક વાહનો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા.

 એક કર્મચારીએ જણાવ્યું હતું કે તેઓ પાંચમાં માળે બપોરનું ભોજન કરી રહ્યા હતા. ત્યારે આગ લાગ્યા પછી બહાર અંધાધૂંધી ફેલાતાં લોકોનો અવાજ સંભળાયો હતો. જોત-જોતામાં ઈમારત ઝડપથી આગના ધુમાડાથી ભરાઈ ગઈ હોવાથી તેઓ ઈમારતના પાછળના ભાગ તરફ ભાગી છૂટયા હતા.

ા એસીપી નિલેશ બગુલે જણાવ્યું હતું કે આ ઈમારતમાં લગભગ ૧૮૦૦ કર્મચારીનો કામ કરે છે. તેમાંથી  મોટા ભાગના લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા.  ફાયર બ્રિગેડના  અધિકારીઆના જણાવ્યા અનુસાર આગને લીધે  બેઝમેન્ટના સાતથી આઠ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા ઈલેક્ટ્રિક્લ વાયરિંગ અને ઈન્સ્ટોલેશન, કેબિનમાં સંગ્રહિત રેકોર્ડ, ભંગાર સામગ્રી, કાઢી નાંખવામાં આવેલા રેકોર્ડ કાગળના સ્ટોક, લાકડાના પાર્ટીશન અને અન્ય સામગ્રીને નુકસાન થયું હતું.