ગણેશ મંડળોના પ્રસાદ માટે એફડીએની કડક માર્ગદર્શિકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સ્વચ્છતા અને સુરક્ષાના નિયમોનું પાલન જરુરી
પ્રસાદ બનાવવા માટેનો કાચો માલ અધિકૃત વ્યવસાયિક પાસેથી લેવો તથા બિલ જાળવવા આદેશ
મુંબઈ - મુંબઈમાં ગણેશોત્સવ દરમિયાન ગણેશ મંડળો દ્વારા વિતરણ કરવામાં આવતા પ્રસાદ, મહાપ્રસાદ, અન્નદાન અને ભંડારા અંગે અન્ન અને ઔષધ પ્રશાસન (એફડીએ)એ ખાદ્ય સુરક્ષાના નિયમો કડક કર્યા છે. મંડળોએ સામૂહિક ભોજનના આયોજનની માહિતી અગાઉથી વિભાગને આપવાની રહેશે. પ્રસાદ માટેનો કાચો માલ માત્ર અધિકૃત અન્ન વ્યવસાયિકો પાસેથી ખરીદવાનો રહેશે અને તેની ખરીદીના બિલ તથા અન્ય રેકોર્ડ જાળવવાના રહેશે. આ બાબતે મુંબઈમાં વિવિધ ઠેકાણે યોજાયેલી કુલ પાંચ કાર્યશાળામાં ૩૨૦ મંડળોના પદાધિકારીઓ તથા સંબંધિત સંસ્થાના સભ્યોએ ભાગ લીધો હતો.
એફડીએની તપાસમાં સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની યોગ્ય રીતે હાથ ધરણી અને કાચા માલની ઓળખ તથા સ્રોતની નોંધ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. દૂધ અને દૂધની બનાવટો, મીઠાઈ, ખાદ્ય તેલ, ફૂડ કલર, સૂકા મેવા, ચણાનો લોટ, પાણી અને બરફ જેવા પદાર્થોેની તપાસ થઈ શકે છે. પ્રસાદ બનાવવાની જગ્યા સ્વચ્છ રાખવા, સ્વચ્છ વાસણોનો ઉપયોગ કરવા, પીવાલાયક પાણી વાપરવા તથા ખાદ્ય પદાર્થો તૈયાર કરતી અને પીરસતી વખતે જરૃરી સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી છે.
મુંબઈના અંદાજે ૧૨ હજાર સાર્વજનિક ગણેશ મંડળો એફડીએની તપાસ હેઠળ આવી શકે છે. ગણેશોત્સવને એફડીએના 'ફેસ્ટિવલ એન્ફોર્સમેન્ટ કેલેન્ડર' હેઠળ લેવલ-૧ ઉત્સવ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે અને ઉત્સવના ૨૧ દિવસ પહેલાંથી અમલવારી શરૃ કરવામાં આવે છે. એફડીએએ સ્પષ્ટ કર્યું છે કે, આ ગણેશોત્સવ માટે બનાવવામાં આવેલો અલગ ખાદ્ય સુરક્ષા કાયદો નથી પરંતુ વર્ષભરની સુરક્ષાના નિયમ જ ધ્યાને લેવાય છે.




