રેસ્ટારાં સહિત છ એકમોનું લાઈસન્સ એફડીએ દ્વારા સસ્પેન્ડ ચેમ્બુરના ઝેપ્ટોનાં એક પર પણ તવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બાંદરાની ક્લબમાં એનાલોગ પનીર અપાતું હતું, દહિસર, ખાર, અંધેરીના કેફે, બેકરી પણ દંડાયાં
મુંબઈ મુંબઈમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન ખાદ્યસુરક્ષાના નિયમોનો ભંગ કરનારા છ હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય એકમોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, કોઈપણ એકમનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું નથી.
એફડીએની ટીમે મુંબઈના વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન છ એકમોને સુધારણા માટે નોટિસ આપવામાં આવી હતી, જ્યારે ગંભીર ખાદ્યસુરક્ષા અને સ્વચ્છતાની ખામીઓ બદલ છ એકમોના ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા હતા.
બાંદ્રાની ઓટર્સ ક્લબમાં તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોના અયોગ્ય સંગ્રહ અને જાળવણી સહિતની ખાદ્યસુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત ખામીઓ મળી આવી હતી. વધુમાં, અહીં પંજાબ સિંઘ ડેરી દ્વારા સપ્લાય કરવામાં આવતું એનાલોગ પનીર 'રેગ્યુલર પનીર'ના નામે ઉપયોગમાં લેવાતું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.
આ ઉપરાંત દહિસરના ડેઇલી ફ્રેશ બેકર્સ, ખાર વેસ્ટના પ્રિન્સ આફ વેલ્સ રેસ્ટોરન્ટ, અંધેરી વેસ્ટના કેફે સિફારિશ અને ચેમ્બુરની ઝેપ્ટો લિમિટેડ સહિતના ખાદ્ય એકમો સામે પણ એફડીએએ કાર્યવાહી કરી છે.
મુંબઈમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય સંસ્થાઓમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્યસુરક્ષાના ધોરણોનું પાલન થાય તે માટે એફડીએનું આ નિરીક્ષણ અભિયાન સતત ચાલુ રહેશે, તેમ સત્તાવાર જણાવાયું છે.









